મોદીની પ્રશંસા કરતાં જયલલિતાએ મલયસામીને પાર્ટીમાંથી કર્યા આઉટ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 મે: એઆઇએડીએમકે સુપ્રીમો અને તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતાએ લોકસભા ચૂંટણીના પરિણામો આવતાં પહેલાં ગુરૂવારે પોતાની જ પાર્ટીના એક વરિષ્ઠ નેતા વિરૂદ્ધ આકરા પગલાં ભર્યા છે.

જાણકારી અનુસાર ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની પ્રશંસા કરનાર અને ચૂંટણીના પરિણામો બાદ એઆઇએડીએમકે તરફ એનડીએને સમર્થન આપવાને લઇને આપેલા સંકેતો બાદ જયલલિતાએ પાર્ટીના વરિષ્ઠ નેતા મલય સામીને આજે પાર્ટીમાંથી સસ્પેંડ કરી દિધા.

અત્રે ઉલ્લેખનીય છે કે એઆઇએડીએમકેએ બુધવારે અહીં સંકેત આપ્યા હતા કે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને છે કે તો જયલલિતાને સમર્થન આપવામાં કોઇ વાંધો નથી. પાર્ટીના નેતા કે.મલયસામીએ કહ્યું કે નરેન્દ્ર મોદી જયલલિતાના સારા મિત્ર છે, ભલે તેમાં રાજકીય મતભિન્નતા હોય. જો તે પીએમ બને છે તો મેડમ સારા સંબંધ રાખવા માંગશે. જો ચૂંટણી તલ્ખીને છોડી દઇએ તો જયલલિતા અને નરેન્દ્ર મોદીના સંબંધ સારા જ રહ્યાં છે.

Jayalalithaa-15-may

ભાજપ નીત એનડીએને પોતાની પાર્ટીનું સમર્થન આપવા વિશે કોઇ પત્તા ન ખોલતા તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતાએ બુધવારે કહ્યું હતું કે લોકસભા ચૂંટનીના પરિણામો જાહેર થયા બાદ જ કોઇ ટિપ્પણી કરશે. નીલગિરિ જીલ્લામાં સ્થિત કોડાનાડુથી અહીં પરત ફર્યા બાદ જયલલિતાએ સંવાદદાતાઓને કહ્યું કે અન્ય નાગરિકોની જેમ હું પણ 16 મેના રોજ આવનાર પરિણામોની આતુરતાપૂર્વક રાહ જોઇ રહી છું. પરિણામો જાહેર થયા બાદ જ હું મારી ટિપ્પણી કરીશ. ત્રીજા મોરચાના સમર્થનની સંભાવના વિશે પૂછવામાં આવતાં જયલલિતાએ કહ્યું કે હું કોઇ અન્ય વિષય પર કોઇ ટિપ્પણી કરી ન શકું. મતદાન બાદ કરવામાં આવેલા વિભિન્ન સર્વેક્ષણો (એક્ઝિટ પોલ)માં જયલલિતાની પાર્ટી અન્નાદ્રમુકને રાજ્યની 39માંથી ખાસી સીટો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

એક્ઝિટ પોલના વલણને દેખતાં સત્તાધારી અન્નાદ્રમુકના નેતાઓ અને કાર્યકર્તાઓની ખુશીનો પારવાર નથી. કેટલાક વલણોમાં તો એવું પણ કહેવામાં આવે છે કે આ પરિણામો મુખ્યમંત્રી જયલલિતાની રાષ્ટ્રિય મહત્વાકાંક્ષાઓને પુરા કરવામાં મદદગાર સાબિત થઇ શકે છે.

English summary
Tamil Nadu's Chief Minister Jayalalitha on Thursday expelled AIADMK leader K Malaisamy from the party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X