Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોંગ્રેસના નેતા જયંતી નટરાજનનું મંત્રીપદ પરથી રાજીનામું

નવી દિલ્હી, 21 ડિસેમ્બર: પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ચારમાં જોરદાર હાર મેળવ્યા બાદ કોંગ્રેસ સંગઠનમાં ઉથલ-પુથલ મચી ગઇ છે. પહેલી વિકેટ દિલ્હીની કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જેપી અગ્રવાલની પડી અને હવે શનિવારે વન અને પર્યાવરણમંત્રી જયંતી નટરાજને પદ પરથી રાજીનામું આપી દીધું. સમાચાર અનુસાર પાર્ટીના હજી ઘણાબધા નેતાઓ પોતાના મંત્રીપદ પરથી રાજીનામું આપશે.

કહેવામાં આવી રહ્યું છે કે જયંતી નટરાજનને લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીના કામમાં લગાવવામાં આવશે. કેન્દ્રમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી(સ્વતંત્ર હવાલો) નટરાજનના રાજીનામાને લઇને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સ્વીકાર કરી લીધું છે.

jayanthi-natarajan
રાષ્ટ્રપતિ ભવનની એક જાહેરાતમાં આ જાણકારી આપવામાં આવી છે. આ જાહેરાત અનુસાર ઓઇલ મંત્રી એમ વીરપ્પાને પર્યાવરણ મંત્રાલયનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

59 વર્ષીય નટરાજન રાજ્યસભાની સભ્ય છે અને રાજ્યસભામાં તેમનું ત્રીજું કાર્યકાળ છે. તેઓ તમિલનાડુના છે. અને બે વર્ષ પહેલા મંત્રિપરિષદમાં સામેલ કરવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું છે કે તેમને પાર્ટીમાં જાહેરાત પત્રો અને અન્ય કાર્યો સોંપવામાં આવી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X