• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નીતિશ નારાજ, ભાજપે લગાવ્યા આરોપ

|

પટના, બિહારમાં જનતા દળ યૂનાઇટેડ અને ભારતીય જનતા પાર્ટી ગઠબંધન તૂટવાની દિશામાં આગળ વધી રહ્યું હોવાના સંકેત છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, સ્થિતિ હવે ગંભીર થઇ ચૂકી છે. બન્ને પાર્ટીનું અલગ થવું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. એવું કહેવાય છે કે, પોતાના ધારાસભ્યો સાથે બેઠક કર્યા બાદ નીતિશ આ વાતની ઔપચારિક ઘોષણા કરી દે.

તેમણે ભાજપના કેટલાક નેતાઓ દ્વારા જૂના ગઠબંધનને નહીં તોડવાની સલાહ પર એક શેરમાં ઇશારો કર્યો કે દુઆ દેતે હે જીને કે ઓર દવા કરતે હે મરને કી. તેમણે કહ્યું કે, એક તરફ અમને સૂચન આપી રહ્યાં છે અને બીજી તરફ અમારી સાંભળવા પણ તૈયાર નથી.

nitishkumar
નીતિશ કુમારે કહ્યું કે જેડીયુ નેતા સ્થિતિ પર ચર્ચા કરશે. જેડીયુ અધ્યક્ષ શરદ યાદવે આ વચ્ચે કહ્યું કે બન્નેમાંથી કોઇપણ પાર્ટી ગઠબંધન તોડવા દેવા માગતા નથી, પરંતુ તેમણે સ્થિતિ અનુસાર નિર્ણય લેવાની જરૂરિયાત છે. આ વચ્ચે જેડીયુ પર સ્પષ્ટ આરોપ લગાવતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ મંગલ પાંડેએ તેમની પાર્ટીને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો છે.

ભાજપ કાર્યકર્તાઓ, નેતાઓ અને ધારાસભ્યો અને મંત્રીઓ સાથે બેઠક કર્યા બાદ પાંડેએ કહ્યું કે જેડીયુ પ્રદેશ ભાજપને તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ આપત્તિજનક છે અને લોકતંત્રમાં સારું નથી. પાંડેએ કહ્યું કે ઘણા જેડીયુ નેતા, મંત્રી, ધારાસભ્યો અને સાંસદ ભાજપના ધારાસભ્યોને પોતાના પક્ષમાં લાવવા માટે તેમનો સંપર્ક સાધી રહ્યાં છે. ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી સહિત ભાજપના મોટાભાગના મંત્રીઓએ કાર્યલયે જવાનું બંધ કરી દીધું છે.

ત્યાર બાદ ઘટનાક્રમમાં ઝડપથી વળાંક આવ્યો છે. ભાજપ કોટના મંત્રી બીજા દિવસે પોતના કાર્યાલય નથી ગયા. તો ગઠબંધનને બચાવવા માટે ભાજપ નેતા સુષમા સ્વરાજે એ વાત પર વજન આપ્યું કે કોંગ્રેસને પરાસ્ત કરવા માટે એનડીએમાં એકજૂટતા જરૂરી છે. લોકસભામાં નેતા પ્રતિપક્ષ સુષમા સ્વરાજે ટ્વિટ કર્યું છે કે, માત્ર એકજૂટ પક્ષ જ કોંગ્રેસને પરાજિત કરી શકે છે. જ્યારે પણ વિપક્ષ એકજૂટ થયુ, કોંગ્રેસ પરજિત થઇ છે.

તેમણે કહ્યું કે, તેથી એનડીએની એકજૂટતા જરૂરી છે. એનડીએને એકજૂટ રાખવા માટે આપણે દરકે પ્રયાસ કરવા જોઇએ. ભાજપ નેતા રવિશંકર પ્રસાદે આ વચ્ચે કહ્યું કે, જેડીયુ સાથે આપણા સંબંધ 18 વર્ષ જૂના છે અને ગઠબંધનનો આ નિર્ણય બિહારમાં સુશાસન સુનિશ્ચિત કરવાની સામૂહિક ઇચ્છાના રૂપમાં સામે આવ્યું હતું. 2014માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપની ચૂંટણી પ્રચાર અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા બાદ જેડીયુ નારાજ છે.

જેડીયુએ ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પાર્ટીના મહત્વના પદો પરથી રાજીનામું આપીને પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. ભાજપ નેતાઓ એ જેડીયુ પર ભાજપના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપથી અલગ થવા પર જેડીયુ પોતાની સરકાર બચાવવા માટે સંભવતઃ વધારે મહેનત નહીં કરવી પડે. 243 સભ્યોની વિધાનસભામાં જેડીયુના 118 ધારાસભ્યો છે. આ સંખ્ય બહુમતથી ચાર ઓછી છે.

જેડીયુ માટે સારા સમાચાર એ છે કે છ અપક્ષ ધારાસભ્યોમાંથી ચારે સરકારને સમર્થન આપવાની ઘોષણા કરી છે. એટલે સુધી કે કોંગ્રેસ પર સમર્થન આપી શકે છે. કોંગ્રેસના ચાર ધારાસભ્યો છે.

English summary
As the ruling coalition in Bihar appeared headed for a split, top JD(U are expected to meet in Patna to take a call on the future of its alliance with BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more