For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JEEમાં ફેલ થઈ તો બધાએ કહ્યુ 'તુમસે ના હો પાયેગા', હવે 26ની ઉંમરે વાર્ષિક પેકેજ છે રૂ.1.74 કરોડ

કહેવાય છે કે મંઝિલ તેમને જ મળે છે જેમના મનોબળમાં દમ હોય. વાંચો, એક સક્સેસ સ્ટોરી.

|
Google Oneindia Gujarati News

સીકરઃ કહેવાય છે કે મંઝિલ તેમને જ મળે છે જેમના મનોબળમાં દમ હોય. એવા લોકો જ કંઈક કરી બતાવે છે જે એક વારની નિષ્ફળતાથી હાર નથી માનતા. આવુ જ કંઈક રાજસ્થાનના સીકર જિલ્લાના લક્ષ્મણગઢ તાલુકાના કિરડોલી ગામની દીકરી કંચન શેખાવતે કરી બતાવ્યુ છે.

એમેઝોનમાં સૉફ્ટવેર ડેવલપર તરીકે કાર્યરત

એમેઝોનમાં સૉફ્ટવેર ડેવલપર તરીકે કાર્યરત

મીડિયા સાથે વાતચીતમાં કંચન કહે છે કે હાલમાં હું અમેરિકાના સિયાટલમાં એમેઝોનમાં સૉફ્ટવેર ડેવલપર તરીકે કાર્યરત છુ. આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા માટે કોટા જઈને ભણી. 12માં ધોરણ સાથે સાથે જેઈઈની પરીક્ષા આપી પરંતુ ફેલ થઈ ગઈ. હિંમત તૂટી ગઈ. બધા દોસ્તો પણ કહેવા લાગ્યા હતા કે 'તુમસે ના હો પાયેગા'

પ્રિન્સ સ્કૂલમાંથી કર્યો 12માંનો અભ્યાસ

પ્રિન્સ સ્કૂલમાંથી કર્યો 12માંનો અભ્યાસ

સીકર સ્થિત પ્રિન્સ એકેડમીના મુખ્ય મેનેજિંગ ડિરેક્ટરે રાજેશ ઢિલ્લને જણાવ્યુ કે કંચને 10માં ધોરણમાં 89 ટકા અને 12માં ધોરણમાં 85 ટકા ગુણ મેળવ્યા. કંચન કહે છે કે મનમાં નકારાત્મક ભાવ આવવા લાગ્યા હતા. ત્યારે પ્રિન્સ એકેડમીના નિર્દેશક જોગેન્દ્ર સુંડા તેમજ ચેરમેન ડૉ. પિયુષ સુંડાએ પ્રોત્સાહન વધાર્યુ. જેઈઈમાં નિરાશા મળી તો બીજા વિકલ્પ વિશે વિચારવાનુ શરુ કર્યુ.

મિઝોરમ એનઆઈટીમાં ગોલ્ડ મેડલ

મિઝોરમ એનઆઈટીમાં ગોલ્ડ મેડલ

એનઆઈટી કરવાનુ નક્કી કર્યુ. મિઝોરમ એનઆઈટીમાં પ્રવેશ લીધો અને ત્યાં ગોલ્ડ મેડલ મેળવ્યો. પછી કંચન સેમસંગમાં ઈન્ટર્ન કરવા માંગતી હતી. દોસ્તો પાસેથી માહિતી મેળવી તો જવાબ મળ્યો કે તે એનઆઈટીથી પાસઆઉટ છે જ્યારે મોટી કંપનીઓ માત્ર આઈઆઈટીથી પાસઆઉટ યુવાનોને જ મહત્વ આપે છે.

જૂન 2014માં આઠ લાખનુ પેકેજ

જૂન 2014માં આઠ લાખનુ પેકેજ

અહીં પણ નિષ્ફળતા મળવા છતાં કંચનના આગળ વધતા પગલાં અટક્યા નહિ અને ના તેણે પોતાનુ મનોબળ તૂટવા દીધુ. જૂન 2014માં આઠ લાખના વાર્ષિક પેકેજ પર ચેન્નઈમાં પોલારિસમાં જૉબ કરવા લાગી. આ દરમિયાન કંચન ઑનલાઈન ટેસ્ટ આપતી રહી. કમ્પ્યુટર પ્રોગ્રામિંગ અને કમ્યુનિકેશન સ્કિલમાં સુધારો કર્યો.

દસ રાઉન્ડનો ઈન્ટરવ્યુ પાસ કર્યો

દસ રાઉન્ડનો ઈન્ટરવ્યુ પાસ કર્યો

હવે કંચન શેખાવતમાં એટલો આત્મવિશ્વાસ આવી ચૂક્યો હતો કે ફેબ્રુઆરી 2016માં એમેઝોન કંપનીમાં અમેરિકા માટે દસ રાઉન્ડનો ઑનલાઈન ઈન્ટરવ્યુ પાસ કરી બતાવ્યો. હાલમાં એમેઝોનમાં કંચનનુ વાર્ષિક પેકેજ 1.74 કરોડ રૂપિયા છે.

કંચન શેખાવતનો પરિવાર

કંચન શેખાવતનો પરિવાર

26 વર્ષીય કંચન શેખાવત કિરડોલી ગામના રાજપૂત મહોલ્લા નિવાસી ભંવર સિંહ શેખાવત અને ચાંદ કંવરની દીકરી છે. કંચન હાઉસવાઈફ બહેન સુનીતા કંવરથી નાની છે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલ ભાઈ ધર્મેન્દ્ર શેખાવતથી મોટી છે. ભંવર સિંહ શેખાવત ગુજરાતના વડોદરામાં પ્લાસ્ટિકનુ કામ કરતા હતા માટે કંચનનો શરૂઆતનો અભ્યાસ ગુજરાતી માધ્યમમાં થયો.

કોરોનાના કેસોની ગતિ નથી અટકી રહી, 24 કલાકમાં 17921 દર્દીકોરોનાના કેસોની ગતિ નથી અટકી રહી, 24 કલાકમાં 17921 દર્દી

English summary
JEE fail Kanchan shekhawat worked as a Software Developer in Amazon America on yearly package of rs.1.74 crore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X