
ઝારખંડ પરિણામઃ આ 10 કારણોસર જેએમએમ-કોંગ્રેસ મહાગઠબંધનને મળ્યો ફાયદો
ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોની તસવીર લગભગ સાફ થઈ ગઈ છે. ઝારખંડના 19 વર્ષનો રેકોર્ડ એક વાર ફરીથી જળવાઈ રહ્યો છે. ઝારખંડ રચના બાદથી જ આ રેકોર્ડ કાયમ છે જે મુજબ 19 વર્ષમાં કોઈ પણ સત્તાધારી પાર્ટી સત્તામાં પાછી આવી શકી નથી. જેના સિરે એક વાર ફરીથી તાજ સજ્યો છે તેને આવતી વખતે હારનો સામનો કરવો પડ્યો છે. આવુ જ એક વાર પણ દેખાયુ. ઝારખંડમાં ભાજપની સરકાર પડી ચૂકી છે. જેએમએમ-કોંગ્રેસ મહાગઠબંધનની સરકાર બનતી દેખાઈ રહી છે. જેએમએમના હેમંત સોરેન ઝારખંડના આગામી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. ઝારખંડમાં સત્તા ગુમાવી ચૂકેલ ભાજપે જીત માટે પૂરુ જોર લગાવી દીધુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ચૂંટણી રેલીઓ કરી પરંતુ મોદી લહેર ઝારખંડના પરિણામને જીતમાં બદલી શકી નહિ. આવો જાણીએ ઝારખંડમાં જેએમએમ મહાગઠબંધનની જીતના 10 કારણો...

સત્તા વિરોધી લહેરનો ફાયદો
ઝારખંડ ચૂંટણીમાં વિપક્ષી પાર્ટીઓ રઘુવર દાસ સરકારની ખામીઓ અને સરકારથી નારાજગીનો ફાયદો જેએમએમને મળ્યો. ભ્રષ્ટાચાર, બેરોજગારી, વિસ્થાપન, શિક્ષણ, આરોગ્ય અને આદિવાસી કલ્યાણ જેવા મુદ્દાએ પર રઘુવર દાસની સરકાર નિષ્ફળ રહી. આ મુદ્દાઓને ભૂલાવીને જેએમએમ મહાગઠબંધને લાભ ઉઠાવ્યો.
કોંગ્રેસે જે ભૂલ મહારાષ્ટ્રમાં કરી તે જ ઝારખંડમાં પણ પુનરાવર્તિત કરી. રાષ્ટ્રીય સ્તરે ભાજપની સફળતાને રાજ્ય ભાજપ એકમે રાજ્યમાં ભૂલી નશકી. કેન્દ્રીય સ્તરે મોદી ઈમેજનો લાભ ઝારખંડમાં ભાજપ ન ઉઠાવી શકી. રાજ્યના ભાજપ નેતા રાજ્યમાં ચૂંટણી પ્રચાર માટે કેન્દ્રીય નેતૃત્વ પર નિર્ભર દેખાયા. આનો લાભ મહાગઠબંધને ઉઠાવ્યો.
ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન સ્થાનિક મુદ્દાઓ છોડીને રાષ્ટ્રીય મુદ્દાઓ પર ફોકસ કર્યુ. ચૂંટણી પ્રચાર દરમિયાન રામ મંદિર, એનઆરસી, સીએએ, જમ્મુ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવા જેવા મુદ્દાઓ પર જોર આપ્યુ. ઝારખંડની જનતાને આ ગમ્યુ નહિ. રખંડના લોકો આ મુદ્દાઓ પર ઉદાસ દેખાયા. વળી, મહાગઠબંધન ચૂંટણી પ્રચાર દરમાયન સતત સ્થાનિક મુદ્દાઓ અને આદિવાસી હિતોને ઉછાળતુ રહ્યુ. જેનો લાભ તેને મત તરીકે મળ્યો.

આદિવાસીઓનો મળ્યો સાથ
બેરોજગારીના મુદ્દે મહાગઠબંધને સરકારને ઘેરી, વર્ષ 2014માં રોજગાર, વિકાસ જેવા મુદ્દાઓ પર ચૂંટણી જીતીને સરકારમાં આવેલી ભાજપ તેને 5 વર્ષોમાં પૂરા કરી શકી નહિ. વર્ષ 2014માં રોકાણ ખેંચે રોજગાર પેદા કરવાના ઈરાદે સત્તામાં ભાજપ પાંચ વર્ષમાં ખાનગી રોકાણ વધારી શકી નહિ. રોજગારમાં ઘટાડો, રાજ્યમાં રોકાણ ન આવવુ, વિકાસ પરિયોજનાઓ અટકી જવાનો ફાયદો મહાગઠબંધનને ચૂંટણીમાં મળ્યો.
આદિવાસીની નારાજગીનો મહાગઠબંધને વધુ લાભ લીધો. રઘુવર દાસની સરકાર છોટાનાગપુર કાશ્તકારી અધિનિયમ (સીએનટી) અને સંથાલ પરગના કાશ્તાકારી અધિનિયમ (એસપીટી એક્ટ)માં સુદારાની કોશિશો કરી. સરકારે ભૂમિ અધિગ્રહણ કાયદામાં સુધારો કર્યો અને ઉદ્યોગપતિઓ માટે લેંડ બેંક બનાવવા જેવી કોશિશો કરી જે આદિવાસીઓની નારાજગીનુ કારણ બન્યુ અને આ નિર્ણયોએ આદિવાસીઓમાં ભાજપ સરકાર સામે આક્રોશ ભરી દીધો.
મહાગઠબંધનના મુખ્યમંત્રી ફેસ હેમંત સોરેનને બનાવવામાં આવ્યા. જેનો પાયદો તેમને ચૂંટણી દરમિયાન મળ્યો. ઝારખંડમાં આદિવાસી (હેમંત સોરેન) ચહેરો અને બીજી તરફ બિન આદિવાસી ચહેરો (રઘુવર દાસ) વચ્ચે મુકાબલો થયો. ઝારખંડની 26 ટકા વસ્તી આદિવાસીઓની છે. મહાગઠબંધનને આનો ફાયદો મળ્યો.
આ પણ વાંચોઃ દેશના વધુ એક રાજ્યમાંથી ઘટ્યો ભગવો રંગ, જાણો કેટલા રાજ્યમાં બચ્યુ ભાજપ

ભાજપે ગઠબંધન તોડીને કરી મોટી ભૂલ
ભાજપે ચૂંટણી પહેલા 20 વર્ષ જૂનુ ગઠબંધન તોડી દીધુ. સીટ શેરિંગમાં સંમતિ ના થતા આજસૂ અને ભાજપ વચ્ચેનુ ગઠબંધન તૂટી ગયુ. વર્ષ 2014ની ચૂંટણીમાં ભાજપે આજસૂ સાથે ગઠબંધન કરે 30 ટકા આદિવાસી મત (એસટી) અને 13 એસટી અનામત સીટો મેળવી હતી.
જ્યાં ભાજપ એકલી ચૂંટણી મેદાનમાં ઉતરી તે વળી, મહાગઠબંધન એકજૂટ થઈને ચૂંટણી મેદાનમાં ઉતરી. મહાગઠબંધનનીએકજૂટતા દેખાઈ.
કેન્દ્ર સરકારને નિર્ણયોએ પણ ભાજપની મુશ્કેલીઓ વધારી. એનઆરસી અને સીએએ સામે વિરોધ ભાજપને ભારે પડ્યો. ભાજપે ચૂંટણીના છેલ્લા ત્રણ તબક્કામાં સીએએ અને એનઆરસી સામે થયેલા વિરોધ પ્રદર્શનનુ નુકશાન ઉઠાવવુ પડ્યુ. વળી, ડુંગળીના ભાવે ભાજપના આંસુ કઢાવી દીધા અને ભાજપને સીટોનુ નુકશાન થયુ.
આ નેતાઓએ કાપ્યા ભાજપના મત, ફાયદો મહાગઠબંધનને થયો. સીટ શેરિંગ માટે નારાજ ભાજપના કદાવર નેતા સરયુ રાયે રઘુવર દાસ સામે જમશેદપુરથી અપક્ષ ચૂંટણી લડી. ભાજપે 20 નેતાઓને 6 વર્ષ માટ પ્રતિબંધિત કરી દીધા.