For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝારખંડમાં અબકી બાર કિસકી સરકાર, એક નજર 2014ના ચૂંટણી પરિણામો પર

81 સીટોવાળી ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે સામે આવી જશે. ઝારખંડમાં કોની સરકાર બનશે અને કોણ મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન થશે તેનો ખુલાસો થોડી વારમાં થવા જઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

81 સીટોવાળી ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે સામે આવી જશે. ઝારખંડમાં કોની સરકાર બનશે અને કોણ મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન થશે તેનો ખુલાસો થોડી વારમાં થવા જઈ રહ્યો છે. રાજ્યમાં પાંચ તબક્કામાં મતદાન 30 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી થયુ હતુ. હવે પરિણામોનો વારો છે. બપોર સુધી રાજ્યમાં કોની સરકાર બનશે તેની તસવીર સ્પષ્ટ થઈ જશે.

jharkhand

શું મુખ્યમંત્રી રઘુવર દાસ એ જૂની પરંપરા તોડી શકશે જે છેલ્લા 19 વર્ષોમાં ઝારખંડા કોઈ પૂર્વ મુખ્યમંત્રી નથી તોડી શક્યા કે પછી એક્ઝીટ પોલના આંકડા પરિણામો બદલશે. મોટાભાગના એક્ઝીટ પોલમાં કોંગ્રેસ-જેએમએમ અને આરડેડીને બહુમત મળતો દેખાઈ રહ્યો છે. આ બધા સવાલોના જવાબ આજે મળી જશે. ઝારખંડ વિધાનસભા ચૂંટણા પરિણામો આવતા પહેલા વર્ષ 2014ના આંકડા પર નજર નાખીએ.

2014માં કોણે જીતી હતી કેટલી સીટો

વર્ષ 2014ના ઝારખંડની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 37 સીટો જીતીને ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન સાથે સરકાર બનાવી હતી. 2014માં જ્યાં ભાજપને 37 સીટો તો વળી, આજસૂએ 5 સીટો પર જીત મેળવી હતી. આ ચૂંટણીમાં બાબુલાલ મરાંડીના નેતૃત્વમાં ઝારખંડ વિકાસ મોરચા (જેવીએમ)એ 8 સીટો જીતી હતી પરંતુ તેમના જીતેલા છ ધારાસભ્યોએ ભાજપ સાથે મળીને સરકાર બનાવવામાં સહયોગ કર્યો હતો. વળી, ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) 19, કોંગ્રે 6 અને અન્ય 6 સીટો જીતવામાં સફળ રહ્યા હતા. એવામાં મોટો સવાલ એ છે કે શું ભાજપ આ જીતને પુનરાવર્તિત કરી શકશે કે નહિ કે પછી કોંગ્રેસ-જેએમએમ ગઠબંધન જીત મેળવશે.

આ પણ વાંચોઃ ગુજરાતઃ ધર્મશાલાની દિવાલ પડવાથી પિતા-પુત્ર સહિત 3ના મોત, 2 ઘાયલઆ પણ વાંચોઃ ગુજરાતઃ ધર્મશાલાની દિવાલ પડવાથી પિતા-પુત્ર સહિત 3ના મોત, 2 ઘાયલ

English summary
Jharkhand Assembly Election Result 2019: Will Congress-JMM beat BJP, see the result of 2014 election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X