Jharkhand Election 2024 : ઝારખંડમાં કોંગ્રેસ પર ચૂંટણી ઢંઢેરામાં નિયમોના ઉલ્લઘનનો આરોપ, જાણો શું છે આરોપ?
Jharkhand Assembly Election 2024 : ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં મતદાન વચ્ચે કોંગ્રેસનાં મેનિફેસ્ટોને લઈને વિવાદ થઈ રહ્યો છે.
સમાચારો અનુસાર, ઝારખંડ ચૂંટણી આયોગે આ મુદ્દે કેન્દ્રિય ચૂંટણી આયોગને રિપોર્ટ મોકલ્યો છે. કોંગ્રેસ પર સાયલન્ટ પીરિયડ્સમાં ચૂંટણી ઢંઢેરો જારી કરવાનો આરોપ છે.

ઝારખંડ રાજ્ય ચૂંટણી પંચે સ્વીકાર કર્યો છે કે કોંગ્રેસે સાયલન્ટ પીરિયડમાં ઢંઢેરો જારી કરીને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. કોંગ્રેસે 2 નવેમ્બરે સાંજે તેનો ઢંઢેરો જારી કર્યો હતો. આ પછી ભાજપ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી.
કોંગ્રેસે તેના ઢંઢેરામાં કુલ સાત વચનો આપ્યા છે. જેમાં મહિલાઓને 2500 રૂપિયા, 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર, દરેક વ્યક્તિને 7 કિલો રાશન, 10 લાખ નોકરી અને 15 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો સામેલ છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર બંધારણ અને ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો અને ચૂંટણી પંચને કાર્યવાહી કરવા માંગ કરી. તેમણે કહ્યું કે, આ દેશમાં એક રાષ્ટ્રીય પાર્ટી છે જે સમયાંતરે બંધારણનો ભંગ કરતી રહે છે. મતદાન પહેલા 48 કલાકનો સમય સાયલન્ટ પીરિયડ હોય છે.
તેમણે કહ્યુ કે, આ 48 કલાક દરમિયાન કોઈપણ રાજકીય પક્ષ પ્રચાર કરી શકતો નથી કે તેનો ઢંઢેરો જાહેર કરી શકતો નથી. તે સમયે કોઈ મોટા નેતા રેલી કરી શકે નહીં. આ નિયમથી કોઈ અજાણ નથી.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી ચૂંટણી પંચને ગંભીરતાથી લેતા નથી. તેઓ હંમેશા ચૂંટણી પંચની વિરુદ્ધ રહ્યા છે અને ગઈ કાલે જે રીતે રાહુલ ગાંધીની પાર્ટીએ ચૂંટણી પંચને કચડી નાખ્યું છે, ભાજપના રાજ્ય એકમે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ચૂંટણી પંચે કોંગ્રેસ સામે કાર્યવાહી કરવી જોઈએ.












Click it and Unblock the Notifications
