
Jharkhand Election Result 2019: સવારે 10 વાગ્યા સુધીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર
રાંચીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીના ચૂંટણી પરિણામ આવવાં શરૂ થઈ ગયાં છે. પાંચ તબક્કામાં સંપન્ન થયેલ ઝારખંડ વિધાસભા ચૂંટણી માટે શુક્રવારે અંતિમ તબક્કામાં મતદાન થયું હતું. સોમવારે સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ચૂકી છે. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે. સવારે 10 વાગ્યા સુધીના શરૂઆતી ટ્રેન્ડમાં કોંગ્રેસ ગઠબંધન અને ભાજપ વચ્ચે આકરી ટકક્ર જોવા મળી રહી છે. જાણો સવારે 10 વાગ્યે ઝારખંડમાં કોણ આગળ ચાલી રહ્યું છે અને કોણ પાછળ ચાલી રહ્યું છે. શરૂઆતી ટ્રેન્ડમાં કોંગ્રેસ ગઠબંધન અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
એક રાઉન્ડમાં મહત્તમ 14 ઈવીએમના વોટની ગણતરી કરવામાં આવશે. સવારે 10 વાગ્યા સુધીની જે સ્થિતિ હતી તે અંતર્ગત 48 કલાકમાં ભારતીય જનતા પાર્ટી 17 સીટ પર આગળ ચાલી રહી છે. કોંગ્રસ 7, ઓલ ઝારખંડ સ્ટૂડેન્ટ્સ યૂનિયન પાર્ટી 2, બહુજન સમાજ પાર્ટી 2, ઝારખંડ મુક્તિ મોર્ચા 15 અને રાષ્ટ્રીય નજતા દળ 3 સીટ પર આગળ ચાલી રહી છે.
Jharkhand Election Result 2019: આ ખાસ ચહેરાઓ પર ટકી છે સૌની નજર, કોણ પહેરશે તાજ