Jharkhand Election Result 2024 : ઝારખંડમાં હેમંત સોરેન પરિવાર માટે કેવી રહી ચૂંટણી? જાણો પરિણામ

Jharkhand Election Result 2024 : ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં હેમંત સોરેને બીજેપીને હરાવીને શાનદાર વાપસી કરી છે. ઝારખંડમાં આ હેમંત સોરેન માટે ઘણી મોટી જીત છે.

ઝારખંડમાં હેમંત સોરેનની ઝારખંડ મુક્તિ મોરચાએ 56 સીટો જીતી છે. તો બીજેપીને 24 સીટો સાથે શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે.

Hemant Soren win

ઝારખંડમાં આ વખતની ચૂંટણીને હેમંત સોરેન અને તેમના પરિવાર માટે સૌથી અઘરી ચૂંટણી રહી છે. જેલમાંથી બહાર આવ્યા બાદ હેમંત સોરેને તેમના પરિવારના અન્ય ત્રણ સભ્યોને પણ ચૂંટણીમાં ઉતાર્યા હતા.

હેમંત સોરેન પોતે બરહેટથી ચૂંટણી લડ્યા હતા અને તેમની પત્ની કલ્પના ગાંડેથી ચૂંટણી લડી હતી. આ સિવા. તેમના ભાઈ બસંતે દુમકાથી અને ભાભી સીતા સોરેન જામતારાથી ચૂંટણી લડ્યા હતા.

હેમંત સોરેનની 95,612 મત સાથે જીત થઈ છે. તેમણે બીજેપીના ગમાલીએલ હેમબ્રામને 39,791 વોટથી હરાવ્યા. કલ્પના સોરેન લગભગ 118,000 મતોની લીડ સાથે ગાંડેમાં જીતી છે. જનતાનો આભાર વ્યક્ત કરવા તેમણે તાજેતરમાં ગિરિડીહ જિલ્લાની મુલાકાત લીધી.

બસંત સોરેનને દુમકાથી 95,685 મત મળ્યા. તેમણે ભાજપના સુનિલ સોરેનને 14,588 મતોથી હરાવ્યા. અહીં સુનીલને માત્ર 81,097 વોટ મળ્યા. હેમંત સોરેનની ભાભી સીતા મુર્મુને જામતારા ખાતે હારનો સામનો કરવો.

સીતા સોરેન જામતારાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા પરંતુ કોંગ્રેસના ઈરફાન અન્સારી સામે 43,676 મતોથી હારી ગયા. આ પરિણામો વિવિધ મતવિસ્તારોમાં હેમંત સોરેનના પરિવાર માટે જીત અને હાર બંને દર્શાવે છે. તેમના નેતૃત્વમાં ઝારખંડ વધુ એક કાર્યકાળ માટે તૈયાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X