For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પક્ષમાં આવતા રુઝાનો વચ્ચે ભાજપે આપ્યા આજસૂ સાથે ફરીથી દોસ્તીના સંકેત

સૂત્રોના હવાલાથી સમાચાર મળી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પોતાની જૂની સહયોગી આજસૂ સાથે વાતચીત કરવાનુ શરૂ કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

ઝારખંડમાં મતોની ગણતરીથી જે રુઝાન મળી રહ્યા છે તેમાં કોઈ પણ પક્ષ કે ગઠબંનને સ્પષ્ટ બહુમતી મળવાના સંકેત નથી દેખાઈ રહ્યા. 2014માં પણ ત્યાં ભાજપને પૂર્ણ બહુમત નહોતો મળ્યો. એવામાં સૂત્રોના હવાલાથી સમાચાર મળી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પોતાની જૂની સહયોગી આજસૂ સાથે વાતચીત કરવાનુ શરૂ કરી દીધુ છે. તમને જણાવી દઈએ કે આજસૂ તરફથી પહેલેથી જ એ સંકેત મળી ચૂક્યા છે કે પરિણામો બાદ આ એકવાર ફરીથી ભાજપ સાથે જઈ શકે છે.

bjp-ajsu

ભાજપના આંતરિક સૂત્રો મુજબ પાર્ટીને આશા છે કે અંતિમ પરિણામો આવવા સુધી 81 સીટોવાળી ઝારંખંડ વિધાનસભામાં તે પોતાના દમ પર 33માંથી 35 સટો મેળવ લેશે. બાકીન જુગાડ તે આજસૂના સમર્થનથી કરી શકે છે. કહેવાઈ રહ્યુ છે કે પાર્ટીના નેતાઓએ ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયનના નેતા સુદેશ મહતોનો સંપર્ક સાધવાનો શરૂ કરી દીધો છે.

ભાજપ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આજસૂ અને જેવીએમના નેતૃત્વને એ જણાવવામાં આવ્યુ છે કે આ લોકો પહેલા ભાજપના સાથી રહી ચૂક્યા છે અને રાજ્યમાં પેદા થઈ રહેલી સ્થિતિઓ બાદ તેમનુ એકજૂટ રહેવુ રાજ્યના હિતમાં પણ છે. સૂત્રોએ એ પણ સ્પષ્ટ કર્યુ કે આજસૂ ફરીથી ભાજપ સાથે જવાના વિરોધમાં નથી. તમને જણાવી દઈએ કે આ રણનીતિ હેઠળ ભાજપે એજેએસયુ ચીફ સુદેશ મહતોના વિરોધમાં સિલ્લીમાં પોતાના ઉમેદવાર પણ નહોતા ઉતાર્યા. તમને જણાવી દઈએ કે 2014માં ભાજપે અહીં 37સીટો મળી હતી અને તેણે આજસૂના 5 ધારાસભ્યોના સહયોગથી આખા 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે. પરંતુ ચૂંટણીમાં બંને પાર્ટીઓ અલગ અલગ લડી હતી.

આ પણ વાંચોઃ ઝારખંડઃ પરિણામ આવતા પહેલા જ રાંચીમાં લાગ્યા હેમંત સોરેન સરકારના પોસ્ટરઆ પણ વાંચોઃ ઝારખંડઃ પરિણામ આવતા પહેલા જ રાંચીમાં લાગ્યા હેમંત સોરેન સરકારના પોસ્ટર

English summary
Jharkhand election results: amid trends in favor BJP shows signs of friendship with Ajsu again
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X