For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરયુ રાયે આ બે પૂર્વ CMને જેલ મોકલવામાં નિભાવી હતી મહત્વની ભૂમિકા, જાણો રસપ્રદ વાતો

સરયુ રાયે બે પૂર્વ મુખ્યમંત્રીઓને જેલ ભેગા કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. જાણો રસપ્રદ વાતો.

|
Google Oneindia Gujarati News

જમશેદપુર (પૂર્વ) વિધાનસભા સીટથ ઝારખંડના મુખ્યમંત્રી રઘુવરદાસને લગભગ 10 હજાર મતોથી પાછળ છોડ્યા બાદ ભાજપના બાગી નેતા સરયુ રાયે મીડિયાને સાફ-સાફ કહ્યુ છે કે હવે રાજ્યમાં રઘુવર દાસ મુખ્યમંત્રી નહિ બને અને ઝામુમો-કોંગ્રેસ-રાજદ ગઠબંધનની સરકાર બનવાની સંભાવના છે જેની સ્થિરતા માટે જરૂર હોવા પર તે પોતે તેનુ સમર્થન કરી શકે છે.

સરયુ રાયે બગાડ્યો રઘુવર દાસનો ખેલ

સરયુ રાયે બગાડ્યો રઘુવર દાસનો ખેલ

ઉલ્લેખનીય છે કે પાંચ તબક્કામાં પૂર્ણ થયેલ ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મત ગણતરી ચાલુ છે. અત્યાર સુધી રુઝાનોમાં કોંગ્રેસ, જેએમએમ અને આરજેડીનુ ગઠબંધન બહુમતનો આંકડો સ્પર્શતો દેખાઈ રહ્યો છે. બહુમતથી દૂર ભાજપ બેશક ભાજપ રાજ્યની સૌથી મોટી પાર્ટી બની છે પરંતુ બહુમતથી ઘણી દૂર છે. વળી જેએમએમે આ ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે. કોંગ્રેસ અને ઝામુમોના પક્ષમાં ઉજવણીનો માહોલ છે. વળી, બીજી તરફ ભાજપમાં નિરાશાની લહેર છે. ભાજપ માટે તો સૌથી મોટુ સંકટ તેમના સીએમની સીટ ગઈ છે જ્યાં રઘુવર દાસનો પેચ ફસાઈ ગયો છે.

સરયુ રાયે ભાજપ સામે લીધો પોતાનો બદલો

સરયુ રાયે ભાજપ સામે લીધો પોતાનો બદલો

તમને જણાવી દઈએ કે ભાજપની લિસ્ટમાં જગ્યા ન મળવાના કારણે ગુસ્સે થયેલા સરયુ રાયે ભાજપનુ પલ્લુ છોડ્યુ હતુ અને વિરોધ દર્શાવવા માટે અપક્ષ ઉમેદવાર તરીકે પ્રતીકાત્મક રીતે જમશેદપુર પૂર્વ સીટ પસંદ કરી હતી અને આજે તેમનો બદલો યોગ્ય સાબિત થતો દેખાઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે સરયુ રાયની ઈમેજ એક તેજ-તર્રાર અને સ્પષ્ટ બોલનાર નેતાની રહી છે. તે આરએસએસના જૂના કર્મઠ નેતા રહ્યા છે. તે વર્ષ 1962થી જનસંઘી રહ્યા છે.

આ પણ વાંચોઃ CAA: રાજઘાટ પહોંચ્યા કોંગ્રેસ નેતા, સોનિયા-રાહુલ ગાંધીએ વાંચી બંધારણની પ્રસ્તાવનાઆ પણ વાંચોઃ CAA: રાજઘાટ પહોંચ્યા કોંગ્રેસ નેતા, સોનિયા-રાહુલ ગાંધીએ વાંચી બંધારણની પ્રસ્તાવના

સરયુ રાયે લાલુ અને મધુકોડાને જેલ મોકલવામાં નિભાવી હતી મહત્વની ભૂમિકા

સરયુ રાયે લાલુ અને મધુકોડાને જેલ મોકલવામાં નિભાવી હતી મહત્વની ભૂમિકા

વર્ષ 1977થી તેમણે રાજકારણની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમની લાંબી રાજકીય કરિયર રહી છે. તે એમએલસી, ધારાસભ્ય અને પછી મંત્રી બન્યા. તે રઘુવર સરકારમાં ખાદ્ય તેમજ ગ્રાહક મંત્રી રહ્યા. બિહારમા લાલુ રાજ દરમિયાન ચારા કૌભાંડ સામે અવાજ ઉઠાવવા અને તેને પ્રકાશમાં લાવવામાં સરયુ રાયની મોટી ભૂમિકા હતા. જ્યારે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા સામે ભ્રષ્ટાચારના મામલા ઉઠાવવામાં સરયુ રાયનો મોટો હાથ હતો. એટલા માટે કહેવાય છે કે સરયુ જેની પાછળ પડી જાય તો તે ડૂબી જ જાય છે અને આ વાત એક હદ સુધી સાચી પણ સાબિત થથી દેખાઈ રહી છે કારણકે આજે તેમણે રઘુવર દાસનો ખેલ ફસાવી દીધો છે.

English summary
jharkhand election results: saryu rai takes lead, rafghubardas trails, read unknown facts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X