Jharkhand Elections 2024 : ઝારખંડમાં આદિવાસી અને મહિલાઓ કોના પક્ષમાં બાજી પલટશે? શું કહે છે પહેલા ચરણના આંકડા?
Jharkhand Assembly Elections 2024 : ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં પહેલા ચરણના મતદાનના આંકડા ઘણું કહી રહ્યાં છે.
જાણકારોનું માનવુ છે કે ઝારખંડમાં મહિલાઓ અને આદિવાસીઓ ચૂંટણીની દિશા નક્કી કરી શકે છે. જોવાનું એ છે કે આંકડા કોના પક્ષમાં જાય છે?

ઝારખંડમાં કુલ 81 બેઠકોમાંથી 43 સીટો પર પ્રથમ તબક્કામાં મતદાન થયું છે. આમાથી અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિની 26 બેઠકો છે. પહેલા તબક્કામાં કુલ 66.18 ટકા મતદાન થયું છે. જણાવી દઈએ કે, ગઈ ચૂંટણીની સરખામણીએ આ વખતે મતદાનમાં વધારો થયો છે.
આંકડા અનુસાર, આ વખતે અનામત બેઠકો પર 77 ટકા મત પડ્યા છે. 26 અનામત સીટોમાંથી 21 સીટો ઈન્ડિયા એલાયન્સ પાસે છે અને 5 અનામત બેઠકો હજુ પણ એનડીએ પાસે છે. આ બેઠકો પર પુરૂષ મતદારો કરતાં આદિવાસી અને મહિલા મતદારોએ વધુ મતદાન કર્યું છે. જનરલ કેટેગરીની બેઠકો પર પણ મહિલા મતદારોએ વધુ મતદાન કર્યું છે.
ઝારખંડમાં કુલ 2.58 કરોડ મતદારો છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 1.30 કરોડ છે, જ્યારે મહિલા મતદારોની સંખ્યા 1.27 કરોડ છે. અહીં એ સમજવુ જરૂરી છે કે ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં આદિવાસી અને મહિલા મતદારોની મોટી ભાગીદારી શું સૂચવે છે?
ચૂંટણી પંચના આંકડા અનુસાર, ST માટે અનામત બેઠક ખરસાવાએ પ્રથમ તબક્કાના મતદાનમાં રેકોર્ડ બનાવ્યો છે. અહીં 79.11% મતદાન થયું છે. ખાતશિલા બીજા નંબરે છે. અહીં 75.85% મતદાન થયું હતું. ખાસ વાત એ છે કે 43 માંથી 20 આદિવાસી અનામત સીટો પર છેલ્લી વખત એટલે કે 2019ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ મતદાનમાં 3%નો વધારો થયો છે. આ વોટ નક્કી કરશે કે કોની સરકાર બનશે.
આ બેઠકો પર મહિલાઓએ વધુ મતદાન કર્યું છે. મતદાનમાં અડધાથી વધુ વસ્તીની ભાગીદારી સ્પષ્ટપણે દર્શાવે છે કે 23 નવેમ્બરે જે પણ પરિણામ આવશે તેમાં મહિલા મતદારોની ભૂમિકા નિર્ણાયક રહેશે.
2019ની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આ 43 બેઠકો પર કુલ 63.9% મતદાન થયું હતું. આ વખતે 66.6% મતદાન થયું છે. એટલે કે મતદાનમાં 2.7%નો વધારો થયો છે. છેલ્લી ચૂંટણીમાં 17 સામાન્ય બેઠકો પર 61.7% મતદાન થયું હતું. આ વખતે 63.8% મતદાન થયું છે. એટલે કે મતદાનની ટકાવારી 2.1% વધી છે.
2019 માં, SC માટે અનામત 6 બેઠકો પર 62.7% મતદાન થયું હતું. 2024ની ચૂંટણીમાં આ 6 બેઠકો પર 65.2% મતદાન થયું છે. મતદાનમાં 2.5%નો વધારો થયો છે. છેલ્લી ચૂંટણીમાં STની 20 બેઠકો પર 67.1% મતદાન થયું છે. આ વખતે 70.9% મતદાન થયું છે. આ બેઠકો પર મતદાનમાં 3.8% નો વધારો થયો છે.
બીજી તરફ પ્રથમ તબક્કામાં 43 બેઠકો પર કુલ 64.3% પુરૂષ મતદારોએ મતદાન કર્યું છે તો આ બેઠકો પર કુલ 69% મહિલાઓએ મતદાન કર્યું છે. આવી જ રીતે 17 સામાન્ય બેઠકો પર 66.6% મહિલા મતદારોએ મતદાન કર્યું છે, જ્યારે 61.1% પુરૂષ મતદારોએ આ બેઠકો પર મતદાન કર્યું. 6 SC બેઠકો પર 62.1% પુરૂષ મતદારોએ મતદાન કર્યું. આ બેઠકો પર 68.4% મહિલા મતદારોએ મત આપ્યા છે. કુલ 61.1% પુરુષોએ 20 ST બેઠકો પર મતદાન કર્યું છે. જ્યારે આ બેઠકો પર 66.6% મહિલા મતદારોએ મતદાન કર્યું છે.
પહેલાની ચૂંટણીના આંકડા જોઈએ તો જ્યારે પણ મહિલાઓએ વધુ મતદાન કર્યું ત્યારે સ્થિર સરકાર બની છે. જ્યારે પણ મતદાનની ટકાવારી વધી છે ત્યારે ઝારખંડમાં એક મજબૂત અને સ્થિર સરકારની રચના થઈ છે, જેણે પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. મતદાનમાં મહિલાઓની વધતી ભાગીદારી વિશે વાત કરીએ તો એવું લાગે છે કે મહિલાઓ હેમંત સરકારના કામથી ખુશ છે. તેથી આ ઈન્ડિયા ગઠબંધન માટે સારા સમાચાર હોઈ શકે છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા












Click it and Unblock the Notifications
