For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રાજ્ય સરકારે ખેડૂતોના 980 કરોડ માફ કર્યા

આ રાજ્ય સરકારે ખેડૂતોના 980 કરોડ માફ કર્યા

|
Google Oneindia Gujarati News

ઝારખંડની સરકારે રાજ્યના 2.46 લાખ ખેડૂતોના 980 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાની ઘોષણા કરી છે. ઝારખંડના કૃષિ પશુપાલન અને સહકારિતા મંત્રી તથા કોંગ્રેસ નેતા બાદલ પત્રલેખે 2,46,012 ખેડૂતોની પચાસ હજાર રૂપિયા સુધીની લોન માફ કરવાની ઘોષણા કરતા કહ્યું કે રાજ્ય સરકાર ખેૂતોની લોન માફીને લઈ પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે ઝારખંડ કૃષિ ઋણ માફી યોજના અમારી સરકારની મહત્વપૂર્ણ યોજનાઓમાંથી એક છે.

farmer

બાદલ પત્રલેખે કહ્યું કે, 'અમારી સરકારે બજેટમાં ખેડૂતોની લોન માફીની ઘોષણા કરી હતી અને અમે નિરંતર આગળ વધવાનું કામ કરી રહ્યા છીએ.' નોંધનીય છે કે રાજ્ય સરકારના વર્તમાન નાણા વર્ષના બજેટમાં ખેડૂતોની લોન માફી માટે એક હજાર કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી હતી.

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2019ની વિધાનસભા ચૂંટણીના પોતાના ઘોષણા પત્રમાં કોંગ્રેસે ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફીનું વચન આપ્યું હતું. પહેલા તબક્કામાં સરકારે 50 હજાર રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાનો ફેસલો લીધો છે. બાદલ પત્રલેખે કહ્યું કે, "રાજ્ય સરકાર ખેડૂતોની લોન માફી માટે પ્રતિબદ્ધ છે. ઝારખંડ કૃષિ ઋણ માફી યોજના અમારી સરકારની મહત્વપૂર્ણ યોજનાઓમાંથી એક છે."

તેમણે કહ્યું કે, " યોજના એવા ખેડૂતોના ચહેરા પર મુશ્કાન લાવશે જેઓ લોનના બોજા હેઠળ દબાયેલા હતા." પત્રલેખે રાજ્ય સરકાર તરફથી જાહેર એક નિવેદનમાં કહ્યું કે સરકારે બજેટમાં લોનમાફીની ઘોષણા કરી હતી અને યોજનાને આગળ વધારવાનું કામ ચાલુ છે.

મંત્રીએ કહ્યું કે, "સરકારે અત્યાર સુધી 2,46,012 ખેડૂતોની લોન માફ કરી છે. ખેડૂતોની લોન માફીમાં કુલ 980.06 કરોડ રૂપિયાની રાશિ આપવામાં આવી છે." તેમણે કહ્યું કે આ યોજનામાં તેજી લાવવા માટે બેંકિંગ સંવાદદાતાઓને પણ લગાવવામાં આવશે. તેમણે ખેડૂતોને બેંકમાં જઈ પોતાના ખાતાને આધાર સાથે જોડવાનો આગ્રહ કર્યો છે.

English summary
jharkhand government waived agriculture loan of 2.46 lakh farmers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X