For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JNU: ભાજપ પર ભડકી કોંગ્રેસ, ‘તો શું નાગપુર સંઘ મુખ્યાલય જાય દીપિકા?'

અભિનેત્રી દીપિકા પાદુકોણના જેએનયુ જવા વિશે ભાજપની ટીકા પર કોંગ્રેસે નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

અભિનેત્રી દીપિકા પાદુકોણના જેએનયુ જવા વિશે ભાજપની ટીકા પર કોંગ્રેસે નિશાન સાધ્યુ છે. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યુ છે કે કોણ ક્યાં જાય અને ક્યાં ના જાય શું એ પણ ભાજપ નક્કી કરશે. કોંગ્રેસના પવન ખેડાએ કહ્યુ, જેએનયુ જેવી યુનિવર્સિટી નહિ તો શું દીપિકા પાદુકોણે નાગપુરના સંઘ મુખ્યાલય જવુ જોઈતુ હતુ? ભાજપે હદ કરી દીધી છે, તે ખુદને દુનિયાની સૌથી મોટી પાર્ટી કહે છે પરંતુ તેમનુ દિલ એટલુ નાનુ છે કે એક અભિનેત્રીના ઘાયલ છાત્રો સાથે વાત કરવા પર ખરાબ લાગી જાય છે.

દીપિકાને નિશાન બનાવવા પર ભૂપેશ બઘેલ પણ ભડક્યા

દીપિકાને નિશાન બનાવવા પર ભૂપેશ બઘેલ પણ ભડક્યા

છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે પણ દીપિકાને નિશાન બનાવવા પર ભાજપ પર નિશાન સાધ્યુ છે બઘેલે કહ્યુ કે ભાજપ અને આરએસએસને ના તો બંધારણમાં વિશ્વાસ છે અને ના પ્રજાતંત્ર અને જનતામાં વિશ્વાસ છે. તેમની લોકતાંત્રિક વ્યવસ્થા નથી એટલા માટે લોકતાંત્રિક વ્યવસ્થામાં વિશ્વાસ નથી. તેમણે કહ્યુ કે અસંમતિના વિશ્વાસને દરેક સ્તરે દબાવવા માટે રણનીતિ રહી છે. જામિયા, જેએનયુ અને ગુજરાતમાં પણ જોવા મળી રહ્યુ છે.

ભાજપ નેતાઓનુ દીપિકા પર નિશાન

ભાજપ નેતાઓનુ દીપિકા પર નિશાન

દિલ્લીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રવિવારે સાંજે બુકાનીધારી બદમાશોએ હુમલો કરી દીધો હતો. આમાં લગભગ 40 છાત્રો અને શિક્ષકો ઘાયલ થયા હતા. જેએનયુની અધ્યક્ષ આઈશી ઘોષને ઘણી ઈજા થઈ હતી. મંગળવારે સાંજે હિંસાનો શિકાર થયેલા છાત્રોને એકજૂટતા દર્શાવવા માટે દીપિકા પાદુકોણ જેએનયુ કેમ્પસ પહોંચી હતી. તે 10 મિનિટ સુધી છાત્રો સાથે રહી અને ઘાયલ આઈશીને પણ મળી. દીપિકાના જેએનયુ જવાના સમાચાર પર ભાજપના ઘણા નેતાતેના પર ભડકી ગયા. દિલ્લી ભાજપના પ્રવકતા તેજિન્દર પાલ સિંહ બગ્ગાએ તરત છાત્રોનુ સમર્થન કરવા પર દીપિકાની ફિલ્મોનો બહિષ્કાર કરવાની અપીલ સમર્થકોને કરી દીધી. બગ્ગાએ ટ્વિટમાં લખ્યુ - ટુકડે ટુકડે ગેંગ અને અફઝલ ગેંગનુ સમર્થન કરવા પર દીપિકા પાદુકોણની ફિલ્મોનો બહિષ્કાર કરો.

મનોજ તિવારીએ પણ છાત્રોના સમર્થન પર દીપિકા પર ઉઠાવ્યા સવાલ

મનોજ તિવારીએ પણ છાત્રોના સમર્થન પર દીપિકા પર ઉઠાવ્યા સવાલ

ભાજપ સાંસદ અને દિલ્લી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યુ, દીપિકાએ જેએનયુ નહોતુ જવુ જોઈતુ. હું દીપિકાનો ફેન છુ. હવે તેમની ફિલ્મ ના જોવા માટે બૉયકોટ છપાક ચાલી રહ્યુ છે. દીપિકા એવા લોકો સાથે જઈને ઉભી રહી જે આર્મીને ગાળો આપે છે અને શહીદોનુ અપમાન કરે છે. વળી, ભાજપના સાંસદ હંસરાજ હંસે કહ્યુ કે દીપિકા પાદુકોણે ટુકડે ટુકડે ગેંગ સાથે નહોતુ ઉભુ રહેવુ જોઈતુ. દીપિકાએ ત્યાં જતા પહેલા ત્યાં વિચારવુ જોઈતુ હતુ કે ત્યાં શું ચાલી રહ્યુ છે. ભાજપના રાજ્યસભા રાકેશ સિન્હાએ દીપિકા વિશે કહ્યુ, એ જોવામાં આવ્યુ છે કે જ્યાં પણ રાષ્ટ્ર વિરોધી કંઈક ગતિવિધિઓ થાય છે ત્યાં બોલિવુડ સ્ટાર્સ પહોંચી જાય છે. લાગે છે કે બોલિવુડ પર કોઈ દબાણ છે. વાસ્તવમાં ફિલ્મોમાં દાઉદનો પૈસો પણ લાગેલો છે.

આ પણ વાંચોઃ JNU જઈને વિવાદમાં ફસાયેલી દીપિકા પાદુકોણ પાસે કેટલી છે સંપત્તિ, જાણોઆ પણ વાંચોઃ JNU જઈને વિવાદમાં ફસાયેલી દીપિકા પાદુકોણ પાસે કેટલી છે સંપત્તિ, જાણો

English summary
JNU Congress Hits Out At BJP for Deepika Padukone
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X