For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શરજીલ ઈમામને દિલ્હી લાવતી વખતે પટના એપોર્ટ પર ધક્કા-મુક્કી, 4 ઘાયલ

શરજીલ ઈમામને દિલ્હી લાવતી વખતે પટના એપોર્ટ પર ધક્કા-મુક્કી, 4 ઘાયલ

|
Google Oneindia Gujarati News

પટનાઃ આસામને દેશથી અલગ કરવાની વાત કહેનાર જેએનયૂના વિદ્યાર્થી શરજીલ ઈમામને બિારથી પકડી પાડ્યો હતો. જહાનાબાદથી ધરપકડ કર્યા બાદ પોલીસને શરજીલની ટ્રાન્જિટ રિમાન્ડ મળી ગઈ, જે બાદ ઈમામને લઈ પોલીસ પટના એરપોર્ટ પર પહોંચી હતી. આરોપ છે કે મીડિયાકર્મીઓને શરજીલથી વાત કરવાથી રોકવામાં આવ્યો અને રિપોર્ટ્સ સાથે બદસલૂકી કરી.

sharjeel imam

પોલીસ પટના એરપોર્ટ પર શરજીલ ઈમામને લઈ પહોંચી તો ત્યાં કેટલાય મીડિયાકર્મી પહેલાથી હાજર હતા, જે શરજીલ ઈમામ સાથે વાત કરવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ પોલીસે તેની મંજૂરી ના આપી અને મીડિયાકર્મીઓને પાછળ કરવા લાગ્યા. આ દરમિયાન પોલીસ અને મીડિયાકર્મીઓ વચ્ચે ધક્કા-મુક્કી શરૂ થઈ ગઈ, જેમાં ન્યૂઝ એજન્સી એએનઆઈના કેમરામેન સહિત ચાર મીડિયાકર્મીઓ ઘાયલ થઈ ગયા. જણાવી દઈએ કે ટ્રાન્જિટ રિમાન્ડ મળ્યા બાદ શરજીલને પટનાથી દિલ્હી લાવવામા આવી રહ્યો છે.

શરજીલની ધરપકડ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ ટીમે જહાનાબાદથી કરી હતી. શરજીલની તલાશીમાં સ્થાનિક પોલીસ પણ લાગી હતી. પોલીસ ટીમનું નેતૃત્વ દિલ્હી પોલીસના ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ રાજેશ દેવ કરી રહ્યા હતા. શરજીલ વિરુદ્ધ આસામ અને ઉત્તર પ્રદેશ સિવાય દિલ્હી, અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં પણ દેશદ્રોહનો મામલો નોંધાયો છે.

જણાવી દઈએ કે ચાર દિવસ પહેલા શરજીલ ઈમામનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીના મંચથી પૂર્વોત્તરના રાજ્ય આસામને ભારતથી કાપવાની વાત કરી રહ્યો છે. તેણે કહ્યું કે મુસલમાનોએ પોતાની તાકાત દેખાડતા ભારતથી આસામનો સંપર્ક કાપી નાખવો જોઈએ. આના માટે રેલવે ટ્રેક પર એટલો ભંગાર નાખી દેવો જોઈએ કે તેને સાફ કરતા કરતા ઓછામાં ઓછો એક મહિનો લાગી જાય. શરજીલ ઈમામના આ ભડકાઉ નિવેદન બાદ દેશમાં રાજકારણ ગરમાઈ ગયું છે.

શાહીન બાગમાં બંદૂક લહેરાવી લાશોનો ઢગલો કરવાની ધમકી આપી હતી, આ પ્રોપર્ટી ડીલરના નામે છે પિસ્ટલશાહીન બાગમાં બંદૂક લહેરાવી લાશોનો ઢગલો કરવાની ધમકી આપી હતી, આ પ્રોપર્ટી ડીલરના નામે છે પિસ્ટલ

English summary
JNU student Sharjeel Imam being taken to Delhi, Media personnel manhandled by police at Patna Airport
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X