For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેએનયુ હિંસાઃ બુકાનીધારી યુવતીની થઈ ઓળખ, દિલ્લી યુનિવર્સિટીની છે છાત્ર

મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જેએનયુ હિંસામાં બુકાનીધારી ચેક્સ શર્ટવાળી યુવતીની ઓળખ કરી લેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

જવાહરલાલ નહેરુ વિશ્વ વિદ્યાલયમાં 5 જાન્યઆરીના રોજ બુકાનીધારીઓ દ્વારા છાત્રોની પિટાઈ કરવામાં આવી હતી. આ કેસમાં દિલ્લી પોલિસે 9 લોકોને પૂછપરછમાં શામેલ થવા માટે નોટિસ મોકલી છે. વળી, મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે બુકાનીધારી ચેક્સ શર્ટવાળી યુવતીની ઓળખ કરી લેવામાં આવી છે. એસઆઈટી ટીમે ઓળખ કરી છે કે જે બુકાનીધારી યુવતી વીડિયોમાં દેખાઈ હતી તે દિલ્લી વિશ્વવિદ્યાલયની છે અને જલ્દી તેને નોટિસ મોકલવામાં આવશે.

બુકાનીધારી યુવતી દિલ્લી યુનિવર્સિટીની છાત્રાઃ પોલિસ

બુકાનીધારી યુવતી દિલ્લી યુનિવર્સિટીની છાત્રાઃ પોલિસ

દિલ્લી પોલિસ તરફથી કહેવામાં આવ્યુ છે કે બુકાનીધારી યુવતીની ઓળખ દિલ્લી યુનિવર્સિટીની છાત્રા તરીકે થઈ છે અને ટૂંક સમયમાં તેને નોટિસ મોકલવામાં આવશે. અમુક મીડિયા રિપોર્ટ્સમાં આ યુવતીના એબીવીપી સાથે જોડાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે દિલ્લી પોલિસે આ વિશે કોઈ દાવો નથી કર્યો કે એ છાત્રાનો સંબંધ કોઈ છાત્ર સંગઠનથી છે. જેએનયુ હિંસાની ઘટના બાદ લેફ્ટ વિંગ અને અબીવીપી એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે.

જેએનયુમાં થશે નોટિસ મોકલવામાં આવેલ છાત્રોની પૂછપરછ

દિલ્લી પોલિસે કહ્યુ કે જે લોકોને દિલ્લી પોલિસે નોટિસ મોકલી છે તેમની જવાહરલાલ નહેરુ વિશ્વ વિદ્યાલય (જેએનયુ)માં પૂછપરછ કરવામાં આવશે. નવ લોકોને આજથી તપાસમાં શામેલ થવા માટે કહેવામાં આવ્યુ છે. પોલિસે એ 9 છાત્રોની ઓળખ વાયરલ વીડિયો અને ફોટોના આધારે દાવો કરવામાં આવ્યો હતો. સાથે જ વધુ 7 છાત્રોની ઓળખ કરવામાં આવી છે. પોલિસે જણાવ્યુ કે પૂછપરછ માટે હાજર ન થનાર છાત્રોને ફરીથી નોટિસ મોકલીને બોલાવવામાં આવશે.

આઈશી ઘોષની પણ થઈ શકે છે પૂછપરછ

આઈશી ઘોષની પણ થઈ શકે છે પૂછપરછ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જેએનયુ હિંસા કેસમાં છાત્રસંઘના અધ્યક્ષ આઈશી ઘોષ અને અન્ય લોકોની પણ પૂછપરછ થઈ શકે છે. શનિવારે ડીસીપી ક્રાઈમ બ્રાંચે ડૉ. જૉય ટિર્કીએ જણાવ્યુ હતુ કે કોઈ પણ શંકાસ્પદની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી પરંતુ અમે જલ્દી તેમની પૂછપરછ કરીશુ. જેએનયુમાં થયેલી હિંસા સામે દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન થયા છે. તે દેશના અન્ય શૈક્ષણિક સંસ્થાઓના છાત્ર પ આમાં શામેલ થયા. રાજકીય દળોના હસ્તક્ષેપ બાદ આ વિવાદે રાજકીય તૂલ પકડી લીધુ છે.

આ પણ વાંચોઃ CAA પર વિપક્ષને વધુ એક ઝટકો, મમતા બાદ હવે માયાવતી બેઠકમાં નહિ થાય શામેલઆ પણ વાંચોઃ CAA પર વિપક્ષને વધુ એક ઝટકો, મમતા બાદ હવે માયાવતી બેઠકમાં નહિ થાય શામેલ

English summary
jnu violence: delhi police says masked women identified and is from Delhi University
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X