For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓરિસ્સામાં અનોખા ભરતી મેળાનું આયોજન, દેશભરના યુવાનો માટે તક

ઓરિસ્સામાં અનોખા ભરતી મેળાનું આયોજન, દેશભરના યુવાનો માટે તક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે અલગ પ્રકારના ભરતી મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ ભરતી મેળાની ખાસ વાત એ છે કે આ ભરતી મેળાથી અનાથ, દિવ્યાંગ, ગરીબ અને ટ્રાન્સજેન્ડર્સને માત્ર નોકરી જ નહિ આપે બલકે તેમની અંદર સમાજ સાથે જોડાયેલા રહેવાની ભાવનાનો પણ વિકાસ કરવામાં આવશે. 7 અને 8 નવેમ્બરે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં આ ભરતી મેળાનું આયોજન થશે. કાર્યક્રમનું આયોજન જીકેસીએમ એન્ડ ઈસ્ટ કોસ્ટ રેલવે ઑડિટોરિયમ, જયદેવ વિહારમાં થશે. સુવિધાથી વંચિત અનાથ, દિવ્યાંગ, ગરીબ અને ટ્રાન્સજેન્ડર્સને સમાન અવસર આપવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં આ લોકો પોતાની પ્રતિભા દેખાડી શકે છે.

jhoomindia

'ધી નેશનલ લેવલ ટેલેન્ટ હંટ- ઝૂમ ઈન્ડિયા' નામના આ કાર્યક્રમને એસએસપીડી વિભાગ ઓરિસ્સા સરકાર અને ભારતીય સરકારની સહાયતા પ્રાપ્ત છે. આ કાર્યક્રમને ભુવનેશ્વર સ્થિત શાંતિધામ ફાઉન્ડેશન આયોજિત કરાવી રહ્યું છે. જણાવી દઈએ કે શાંતિધામ ફાઉન્ડેશન દેશની 15 સંસ્થાઓ સાથે જોડાયેલ છે. આ કાર્યક્રમમાં મુખ્યરૂપે દિવ્યાંગ બાળકોને અવસર આપવામાં આવશે. જે બાળકો વિશેષ યોગ્યતા વાળા હશે અને પ્રતિયોગિતામાં વિજેતા કે ઉપવિજેતા રહેશે તેમને મુખ્ય અતિથિ દ્વારા ઈનામ આપવામાં આશે. દેશના જે બાળકોને અવસર નથી મળતો તેવા બાળકોને અવસર ઉપલબ્ધ કરાવવો શાંતિધામ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

નેશનલ લેવલની પત્રિકાઓ આ બાળકોની પ્રેરક કહાનીઓને પોતાની પત્રિકાઓમાં જગ્યા આપશે, જેને રાષ્ટ્રીય સ્તરે લોકોમાં વહોંચવામાં આવશે. બાળકોને તેમની પ્રતિભા દેખાડવાનો અવસર આપવામાં આવશે જેમાં તેમને ડાંસ, સિંગિંગ, સ્પીડ પેન્ટિંગ, એક્ટિંગ, મિમિક્રી વગેરે પ્રવૃતિ કરવાનો મોકો આપવામાં આવશે. આ કાર્યક્રમ દ્વારા આ બાળકોને મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 8 નવેમ્બરે 6 વાગ્યે ભુવનેશ્વરના ઈસ્ટ કોસ્ટ રેલવે ઓડિટોરિયમમાં આ કાર્યક્રમના અવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવશે.

કાર્યક્રમના કો-ઓર્ડિનેટર ઝૂમ ઈન્ડિયા મુજબ સમાજમાં બરાબરનો દરજ્જો હાંસલ ન કરી શક્યા હોય તેવા બાળકોને પ્રતિભાનું પ્રદર્શન કરી શકે આ એક તેવું મંચ છે, જેના દ્વારા આ બાળકોને મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ કાર્યક્રમના દર્શક દેશભરના વિવિધ ક્ષેત્રોમાંથી આવશે, જેમાં વિદ્યાર્થી, શાળાના શિક્ષકો, સ્ટાફના સભ્યો પણ ભાગ લેશે.

<strong>કોર્પોરેટ ટેક્સ બાદ હવે આ ટેક્સ સ્લેબમાં સરકાર બદલાવ કરી શકે છે</strong>કોર્પોરેટ ટેક્સ બાદ હવે આ ટેક્સ સ્લેબમાં સરકાર બદલાવ કરી શકે છે

English summary
“JOB FAIR” & “JHOOM INDIA” for the “NATIONAL LEVEL TALENT HUNT” for Orphans, Physically Challenged, Slum Children and transgenders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X