જૉનસન એંડ જૉનસને પોતાની કોરોના વેક્સીન માટે ભારત પાસે માંગી ફેઝ-3ના ટ્રાયલની મંજૂરી, લાયસન્સ પણ માંગ્યુ
જૉનસન એંડ જૉનસને પોતાની સિંગલ ડોઝ વેક્સીન માટે ભારતમાં ત્રીજા ફેઝના ટ્રાયલ માટે મંજૂરી માંગી છે.
નવી દિલ્લીઃ બહુરાષ્ટ્રીય ફાર્મા કંપની જૉનસન એંડ જૉનસને પોતાની સિંગલ ડોઝ વેક્સીન માટે ભારતમાં ત્રીજા ફેઝના ટ્રાયલ માટે મંજૂરી માંગી છે. જૉનસન એંડ જૉનસને ભારતના ડ્રગ રેગ્યુલેટરને પોતાની કોવિડ-19 વેક્સીનના સિંગલ ડોઝના ફેઝ-3ના ક્લિનિકલ ટ્રાયલ માટે ફોર્મ ભર્યુ છે. આ સાથે જ કંપનીએ આયાત લાયસન્સની પણ મંજૂરી માંગી છે. ભારતે વેક્સીનેશન અભિયાનને તેજ કરવા માટે વિદેશોમાં નિર્મિત વેક્સીનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવાની પ્રક્રિયામાં તેજી લાવી છે. જૉનસન એંડ જૉનસન મુજબ કંપનીએ પોતાના આવેદન પર નિર્ણય લેવા માટે કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન(સીડીએસસીઓ)ને કોવિડ-19 પર વિશેષજ્ઞ સમિતિની બેઠક જલ્દી બોલાવવાની અપીલ કરી છે. કંપનીએ 12 એપ્રિલે ઑનલાઈન પોર્ટલ દ્વારા ગ્લોબલ ક્લિનિકલ ટ્રાયલ ડિવિઝન ભારતમાં મંજૂરી માટે આવેદન કર્યુ હતુ. જો કે અમુક અન્ય કારણોના કારણે કંપનીએ સોમવારે(19 એપ્રિલ) ફરીથી આવેદન કર્યુ છે.

સિંગલ ડોઝવાળી છે જૉનસન એંડ જૉનસનની વેક્સીન
જૉનસન એંડ જૉનસનની કોરોના વેસ્કીન સિંગલ ડોઝવાળી છે. જ્યારે ભારતમાં હજુ સુધી મંજૂર કરવામાં આવેલ ત્રણે વેક્સીન ડબલ ડોઝવાળી છે. ભારતમાં કોવિડ-19થી બચાવ માટે ત્રણ વેક્સીનને મંજૂરી આપવામાં આવી છે. પહેલી - કોવિશીલ્ડ, જો ઑક્સફૉર્ડ-એસ્ટ્રાજેનેકા દ્વારા બનાવવામાં આવી છે. ભારતમાં કોવિશીલ્ડને સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવી રહી છે. બીજી - કોવેક્સીન, જેને હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીએ ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) સાથે મળીને બનાવી છે. ત્રીજી - રશિયા દ્વારા વિકસિત કરવામાં આવેલી સ્પૂતનિક Vને મંજૂરી આપવામાં આવી છે. રશિયાની સ્પૂતનિક V વેક્સીનને ભારત સહિત 60 દેશોમાં મંજૂરી મળી છે.
1મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ આપવામાં આવશે વેક્સીન
ભારતમાં હવે 18 વર્ષથી વધુ ઉંમરના બધા લોકોને 1 મે 2021થી કોરોના વાયરસની વેક્સીન આપવામાં આવશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સોમવારે આ નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી એક મહત્વની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. 1મેથી ભારતમાં કોરોના વેક્સીનેશન અભિયાન પોતાના ભીજા તબક્કામાં પ્રવેશ કરશે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
