For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સહારનપુરમાં પત્રકાર અને તેના સગા ભાઈની ગોળી મારીને હત્યા

રવિવારે સવારે ઉત્તરપ્રદેશના સહારનપુરમાં ડબલ મર્ડર થયાનો કેસ સામે આવ્યો છે. શહેર કોતવાલી વિસ્તારમાં નાના વિવાદના કારણે બે ભાઈઓને ગોળી મારીને હત્યા કરવામાં આવી

|
Google Oneindia Gujarati News

રવિવારે સવારે ઉત્તરપ્રદેશના સહારનપુરમાં ડબલ મર્ડર થયાનો કેસ સામે આવ્યો છે. શહેર કોતવાલી વિસ્તારમાં નાના વિવાદના કારણે બે ભાઈઓને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગુનો કર્યા બાદ આરોપી ઘટનાથી છટકી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફોરેન્સિક વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફોરેન્સિક વિભાગની ટીમે પુરાવા લઈ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. ઘટના બાદ સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

શુ છે મામલો?

શુ છે મામલો?

મળતી માહિતી મુજબ, આ ઘટના સહારનપુર જિલ્લાના કોતવાલી વિસ્તારના ગઢી મલૂકની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પડોશમાં રહેતા રાણા ડેરીના લોકો સાથે ગોબર અંગે વિવાદ થયો હતો. આ બાબતે બંને પક્ષે ઝઘડો થયો હતો. જેમાં પત્રકાર આશિષ અને તેના ભાઈની ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી. ગોળીથી ઘાયલ આશિષ અને તેના ભાઈને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેએ દમ તોડી દીધો હતો. આ સનસનાટીભર્યા બનાવથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી.

ઘટના પછી આખા વિસ્તારમાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે

ઘટના પછી આખા વિસ્તારમાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે

ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ઘટનાથી છટકી ગયો હતો. પોલીસ માહિતી પર પહોંચી હતી અને આરોપીઓની ઘણી શોધખોળ કરી હતી પરંતુ તેઓને કોઈ સુરાગ મળ્યો ના હતો. આપને જણાવી દઈએ કે મૃતક આશિષ મેરઠથી પ્રકાશિત અખબારમાં પત્રકાર હતો. બીજી તરફ, બે મોત સાથે પરિવારમાં કોહરામ મચી ગયો છે. ડબલ મર્ડર બાદ ડીઆઈજી ઉપેન્દ્ર અગ્રવાલ સહિત અનેક પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઘટના બાદ આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સીએમ ઘ્વારા આર્થિક મદદની ઘોષણા

સીએમ ઘ્વારા આર્થિક મદદની ઘોષણા

જણાવી દઈએ કે આશિષના મામા રાજેન્દ્ર ઘ્વારા 6 લોકો વિરુદ્ધ નગર કોટવાલીમાં રિપોર્ટ નોંધાવવામાં આવી છે. હત્યારા મહિપાલ સૈની અને તેના પુત્રોની ધરપકડ કરવા માટે ત્રણ પોલીસ ટીમો બનાવવામાં આવી છે. તે જ સમયે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ બાબતનું ધ્યાન લીધું હતું અને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ બંને ભાઈઓના મોત પર પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

આ પણ વાંચો: કોણે લખ્યા હતા એ 13 રજિસ્ટર, બુરાડી કેસમાં એક વર્ષ બાદ હેન્ડરાઈટિંગ એક્સપર્ટનો મોટો ખુલાસો

English summary
Journalist and his brother shot dead by unidentified assailants
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X