પત્રકાર એમ જે અકબર ભાજપમાં જોડાયા

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 માર્ચ: એક સમયે કોંગ્રેસ પાર્ટી તરફથી કિશનગંજ સીટ પરથી સાંસદ રહી ચૂકેલા પત્રકાર એમ જે અકબર આજે ઔપચારિક રીતે ભાજપમાં જોડાઇ ગયા છે. તે કિશનગંજથી ચૂંટણી જીત્યા હતા પરંતુ ત્યારબાદ રાજકારણથી અલગ થઇ ગયા હતા.

તેમણે આજે ભાજપમાં જોડાતા પહેલાં કહ્યું હતું કે હું રાજકારણમાં નીતિઓ માટે આવ્યો છું, દેશમાં હાલ જે પરિવર્તનની પુકાર છે, તેમાં આપણે બધાને પોતાનું યોગદાન આપવું જોઇએ. આપણે આશા રાખીએ છીએ કે દેશની સમક્ષ જે સમસ્યાઓ છે, ભાજપ સરકાર આવતાં આ 'રિકવરી મિશન' પર આગળ વધશે.

તે પહેલાં લોકપ્રિય પત્રકાર આશુતોસઃએ પણ આમ આદમી પાર્ટી જોઇન કરી હતી, તે દિલ્હીના ચાંદની ચોકથી કપિલ સિબ્બલ વિરૂદ્ધ ચૂંટણી લડી રહ્યાં છે. ભાજપમાં અકબર પહેલાં ચંદન મિશ્રા અને અરૂણ શૌરી જેવા લોકો સામેલ થઇ ચૂક્યાં છે.

m-j-akbar

આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાર્ટીના ઉમેદવારોની અંતિમ યાદી આવવા સુધી જાણિતા લોકો ભાજપમાં જોડાઇ શકે છે. ત્યારે ચૂંટણી વિશ્લેષકોનું કહેવું છે કે દેશભરમાં હાલ ભાજપના પક્ષમાં વાતાવરણ બનેલું છે, પાર્ટી આ વખતે ચૂંટણીમાં સૌથી વધુ સીટો જીતવામાં સફળ રહેશે. વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ કહ્યું હતું કે અત્યાર સુધી ભાજપને સર્વાધિક 182 સીટો મળી છે, તેના પર આ વખતની ચૂંટણીમાં અમે તેનાથી પણ વધુ સીટ પ્રાપ્ત કરીશું.

English summary
Senior journalist M J Akbar joined BJP today. He said I hope India will go ahead on recovery mission in the leadership of BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X