આપત્તિજનક સીડીના આરોપોનો છત્તીસગઢના મંત્રીએ આપ્યો જવાબ

Written By:
Subscribe to Oneindia News

શુક્રવારે સવારે છત્તીસગઢના મંત્રી રાજેશ મૂણતની સીડી રાખવાના આરોપ હેઠળ પત્રકાર વિનોદ વર્માની ધરપકડ થઇ હોવાનું કહેવાઇ રહ્યું છે. એવામાં આ આપત્તિજનક સીડી અંગે પીડબલ્યૂડી મંત્રી રાજેશ મૂણતે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે કહ્યું કે, જે સીડી પર વિવાદ થઇ રહ્યો છે, તે નકલી સીડી છે. મેં જાતે એ સીડી જોઇ છે. મને લગભગ 34 વર્ષ થઇ ચૂક્યા છે રાજકારણમાં. બને એટલી જલ્દી આ સીડીની તપાસ કરાવવી જોઇએ, એની પાછળનું સત્ય સામે આવવું જ જોઇએ. ભારતીય જનતા પાર્ટીને ઘેરવા માટે જે રીતે આ સીડી અંગે સવાલ કરવામાં આવ્યા છે, એની તપાસ થવી જોઇએ. તેમણે છત્તીસગઢના મુખ્યમંત્રીને આ સીડીની કોઇ પણ એજન્સિ પાસે તપાસ કરાવવાની વાત કહી છે.

Chhattisgarh

ભાજપે આ મામલે પત્રકાર વિનોદ વર્મા પર નિશાન સાધ્યું છે. ભાજપના ધારાસભ્ય શિવરતન યાદવે કહ્યું કે, વિનોદ વર્મા પત્રકાર છે કે કોંગ્રેસના એજન્ટ છે? અમે આ મામલાની નિંદા કરીએ છીએ. આ આખો મામલો બ્લેકમેઇલિંગનો છે. આ મામલે ભાજપે મુખ્યમંત્રીને તપાસને આદેશ આપવાની ભલામણ કરી છે. સીડી બિલકુલ નકલી છે, તેની પ્રમાણિકતાની તપાસ થવી જોઇએ. આ પહેલાં વિનોદ વર્માએ પોતાની ધરપકડ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, મારી પાસે પેન ડ્રાઇવમાં છત્તીસગઢના મંત્રીનો આપત્તિજનક વીડિયો હતો, આ કારણે છત્તીસગઢની સરકાર મારાથી ખુશ નથી અને મને ફસાવવામાં આવી રહ્યો છે. આ બહુ મોટો મામલો છે, જે દબાવવા માટે મારી ધરપકડ કરવામાં આવી છે.

English summary
Journalist Vinod verma issue Chhattisgarh Minister Rajesh Munat says CD is fake, I condemn this.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.