For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેપી નડ્ડાએ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડને બંધારણીય મૂલ્યોનું ઉલ્લંઘન ગણાવી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિશે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ આપેલા વાંધાજનક નિવેદન બદલ પોલીસે રાણેની ધરપકડ કરી છે. તેની ધરપકડ પહેલા જામીન અરજી રત્નાગીરી કોર્ટે ફગાવી દીધી હતી.

|
Google Oneindia Gujarati News

મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિશે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ આપેલા વાંધાજનક નિવેદન બદલ પોલીસે રાણેની ધરપકડ કરી છે. તેની ધરપકડ પહેલા જામીન અરજી રત્નાગીરી કોર્ટે ફગાવી દીધી હતી. નારાયણ રાણેને હવે રત્નાગિરિ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાણેની ધરપકડ પર નારાજગી વ્યક્ત કરી છે.

jp nadda

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વિટ કરીને નારાજગી વ્યક્ત કરતા લખ્યું કે,

મહારાષ્ટ્ર સરકાર દ્વારા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડએ બંધારણીય મૂલ્યોનું ઉલ્લંઘન છે. આવી કાર્યવાહીથી આપણે ન તો ડરીશું અને ન તો દબાઇ જઇશું. જન આશીર્વાદ યાત્રામાં ભાજપને મળી રહેલા અપાર સમર્થનને કારણે લોકોને પેટમાં તેલ રેડાઇ રહ્યું છે. અમે લોકતાંત્રિક રીતે લડતા રહીશું, અમારી યાત્રા ચાલુ રહેશે.

મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે આ અંગે પ્રતિક્રિયા આપી હતી કે,

નારાયણ રાણે સામે ધરપકડ વોરંટ બતાવે છે કે મહારાષ્ટ્ર સરકાર ડરી ગઈ છે. આ એક રાજકીય કાવતરૂ છે.

ઉલ્લેખનીય છે કે, સોમવારના રોજ રાયગઢ જિલ્લામાં જન આશીર્વાદ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ નિવેદન આપ્યું હતું કે, આઝાદીને કેટલા વર્ષો વીતી ગયા તે મુખ્યમંત્રીને ખબર નથી તે શરમજનક છે. ભાષણ દરમિયાન તેમને પાછળ જોતા અને આ વિશે પૂછતા જોવા મળ્યા હતા. જો હું ત્યાં હોત, તો મેં તેને જોરદારની થપ્પડ મારી દીધી હોત.

English summary
Bharatiya Janata Party national president JP Nadda has expressed displeasure over Rane's arrest. On the other hand, Bharatiya Janata Party national president JP Nadda has expressed displeasure over Rane's arrest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X