For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આલોક વર્માને હટાવનારી પેનલનો ભાગ બનવા માંગતા ના હતા જસ્ટિસ સિક્રી

સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માને હટાવનારી પીએમ મોદીની અધ્યક્ષતા ધરાવતી સમિતિમાં સુપ્રીમ કોર્ટના સિનિયર જસ્ટિસ એકે સિક્રી આ પેનલનો ભાગ બનવા માંગતા ના હતા.

|
Google Oneindia Gujarati News

સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માને હટાવનારી પીએમ મોદીની અધ્યક્ષતા ધરાવતી સમિતિમાં સુપ્રીમ કોર્ટના સિનિયર જસ્ટિસ એકે સિક્રી આ પેનલનો ભાગ બનવા માંગતા ના હતા. એનડીટીવી અનુસાર, જસ્ટિસ એકે સિક્રી આલોક વર્માને સીબીઆઈ પ્રમુખ પદથી હટાવનારી ત્રણ સદસ્ય વાલી પેનલનો ભાગ બનવા માંગતા ના હતા. આપને જણાવી દઈએ કે જસ્ટિસ સિક્રીનાં નિવેદન પછી એક વિવાદ ઉભો થઇ ગયો છે.

આ પણ વાંચો: રિટાયરમેન્ટ બાદની ઑફર પર બોલ્યા જસ્ટિસ સીકરી, વિવાદ ખતમ થાય તેવું ઈચ્છું છું

જસ્ટિસ એકે સિક્રી સમિતિમાં શામિલ થવા માંગતા ના હતા

જસ્ટિસ એકે સિક્રી સમિતિમાં શામિલ થવા માંગતા ના હતા

સૂત્રો અનુસાર, જસ્ટિસ અર્જુન કુમાર સિક્રીએ ઉચ્ચ સ્તરીય પેનલના બે સદસ્યો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિપક્ષના પ્રતિનિધિ મલ્લીકાજુન ખરગે પેનલમાં શામિલ નહીં થવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારપછી વિપક્ષી નેતાઓ ઘ્વારા સવાલ કરવામાં આવ્યો કે આખરે હિતોના ટકરાવ પછી પણ તેઓ કેમ તેમાં જોડાયા.

આ પ્રક્રિયામાં જજ શામિલ થવા માંગતા ના હતા

આ પ્રક્રિયામાં જજ શામિલ થવા માંગતા ના હતા

જસ્ટિસ સિક્રીનાં નજીકના સૂત્રો અનુસાર ભવિષ્યમાં કોઈ પણ જજ આ પ્રક્રિયાનો ભાગ બનવા નહીં માંગે, બધા જ આ પ્રક્રિયાથી બચવાની કોશિશ કરશે. આપને જણાવી દઈએ કે સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માને હટાવવાની પ્રક્રિયામાં જસ્ટિસ સિક્રીનો વોટ નિર્ણાયક રહ્યો હતો. આલોક વર્માને હટાવ્યા પછી જસ્ટિસ સિકરીને લંડનના રાષ્ટ્રીય મંડળ સચિવાલયમાં અધ્યક્ષ અથવા સદસ્ય પદનો ઓફર મળ્યું હતું.

સિકરીએ આખા વિવાદ પર પત્ર લખ્યો

સિકરીએ આખા વિવાદ પર પત્ર લખ્યો

ત્યારપછી એવું કહેવામાં આવ્યું કે આલોક વર્મા સામે પ્રધાનમંત્રી મોદી સાથે ઉભા રહેવાને કારણે સિકરીને ફાયદો મળ્યો છે. જસ્ટિસ સિક્રી માર્ચ મહિનામાં રીટાયર થઇ રહ્યા છે. પરંતુ વિવાદ વધ્યા પછી તેમને પોતાને મળેલા પદની ઓફર નકારી નાખી છે. મળતી માહિતી અનુસાર જસ્ટિસ સિક્રી આ ખબરોથી ઘણા પરેશાન છે તેમને પત્ર લખીને કહ્યું કે હાલમાં થયેલી ઘટનાઓથી તેઓ ખુબ જ પરેશાન છે.

English summary
Justice AK Sikri Told PM modi and Kharge He Didn't Want To Be On Panel to remove Alok Verma as CBI chief
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X