રિટાયરમેન્ટ બાદની ઑફર પર બોલ્યા જસ્ટિસ સીકરી, વિવાદ ખતમ થાય તેવું ઈચ્છું છું
રિટાયરમેન્ટ બાદની ઑફર પર સીકરી, હવે વિવાદ ખતમ થાય
નવી દિલ્હીઃ સીબીઆઈ ડાયરેક્ટરના પદ પરથી આલોક વર્માને હટાવવાનો ફેસલો લેનાર સમિતિમાં સામેલ રહેલા સુપ્રીમ કોર્ટના જજ એકે સીકરીની ભૂમિકાને લઈ શરૂ થયેલ વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો. જસ્ટિસ એકે સીકરીએ સોમવારે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે તેમને મળેલ પોસ્ટ રિટાયરમેન્ટ પ્રપોઝલ પર વિવાદ પૂરો થવો જોઈએ. જસ્ટિસ સીકરીએ પૂર્વ પ્રધાન ન્યાયાધીશ વાઈકે સભરવાલના જીવન પર આધારિત એક પુસ્તક સાથે જોડાયેલ એક ખાનગી સમારોહમાં કહ્યું કે, હું ઈચ્છું છું કે હવે વિવાદ પૂરો થાય અને તેને લાંબો ખેંચવામાં ન આવે.

જસ્ટિસ સીકરી ઈચ્છે છે કે વિવાદ ખતમ થાય
કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્લ જસ્ટિસ સીકરીએ કહ્યું કે, જુઓ હું કોઈ વિવાદમાં પડવા માંગતો નથી. હું ઈચ્છું છું કે આ વિવાદ હવે ખતમ થવો જોઈએ. આ સમગ્ર મામલે તેમણે અન્ય કોઈ ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો. ઉલ્લેખનીય છે કે લંડન સ્થિત સીએસએટીમાં નિયુક્તિના સંબંધમાં પાછલા વર્ષે સરકાર તરફથી રજૂ કરવામાં આવતાં રવિવારથી વિવાદ શરૂ થઈ ગયો હતો.

ઈચ્છું છું કે મામલો હવે ખતમ થાય
જણાવી દઈએ કે આના ત્રણ દિવસ પહેલા જ પ્રધાનમંત્રીના નેતૃત્વવાળી એક સમિતિએ વર્માને સીબીઆઈ પ્રમુખ પદેથી હટાવવાનો ફેસલો લીધો હતો. તે સમિતિમાં જસ્ટિસ સીકરી મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના પ્રતિનિધિ તરીકે સામેલ હતા. જો કે કેટલાય વરિષ્ઠ વકીલોએ જસ્ટિસ સીકરી વિરુદ્ધ આ આરોપોને ફગાવી દીધા. ખુદ જસ્ટિસ સીકરીએ પણ વિવાદ વધ્યા બાદ સીએસએટી માટે આપેલ સહમતી રવિવારે પરત લઈ લીધી.
|
ખોટા ઈરાદે ન્યાયમૂર્તિને ટાર્ગેટ બનાવ્યા
જ્યારે પૂર્વ એટર્ની જનરલ મુકલ રોહતગીએ કહ્યું કે કેટલાક નેતાઓ અને કાર્યકર્તા-વકીલો દ્વારા તેમને ખોટી રીતે ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. બંને ઘટનાઓનો કોઈ સંબંધ નથી અને જે લોકો તથ્યો નથી જાણતા અને બંને પરિસ્થિતિ નથી જાણતા, તેમણે કહ્યું કહ્યું કે જસ્ટિસ સીકરી પર લગાવવામાં આવેલ આરોપો ખોટા અને દુર્ભાગ્યપૂર્ણ છે. જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ સંબંધમાં એક મીડિયા રિપોર્ટનો હવાલો આપતા ટ્વીટ કરીને કહ્યું કે જ્યારે ન્યાયના ત્રાજવાં સાથે છેડછાડ કરવામાં આવે છે, ત્યારે અરાજકતાનું રાજ થઈ જાય છે.












Click it and Unblock the Notifications
