For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટના જસ્ટિસે ભરી અદાલતમાં માફી માંગી, જાણો શુ છે પુરો મામલો?

સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ બીઆર ગવઈ ચંદીગઢ સંબંધિત કેસની સુનાવણી કરી રહ્યા હતા. મંગળવારે તેમણે આ અરજી પર ચુકાદો આપ્યો હતો. આ ચુકાદો આપવામાં 2 મહિનાનો વિલંબ થયો હતો.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતની આઝાદી બાદ ન્યાયપાલિકામાં પહેલી વખત એવી ઘટના બની છે જેને નવી મિશાલ કાયમ કરી છે. પહેલી વખત સુપ્રીમ કોર્ટના કોઈ જજે જજમેન્ટમાં મોટુ થવા માટે અદાલતમાં માફી માંગી છે.

Supreme Court

પુરી ઘટના વિશે વાત કરીએ તો, સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ બીઆર ગવઈ ચંદીગઢ સંબંધિત કેસની સુનાવણી કરી રહ્યા હતા. મંગળવારે તેમણે આ અરજી પર ચુકાદો આપ્યો હતો. જો કે આ ચુકાદો આપવામાં 2 મહિનાનો વિલંબ થયો હતો. આ સ્થિતિમાં જસ્ટિસ ગવઈએ એક દાખલો બેસાડ્યો અને નિર્ણયમાં વિલંબ માટે માફી માંગી હતી. અહીં તેમણે મોટુ થવાનું કારણ ફણ પક્ષકારોને જણાવ્યુ હતું.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઇ અને એમએમ સુંદરેશ ચંદીગઢ શહેરમાં એકલ નિવાસી એકમોને એપાર્ટમેન્ટમાં રૂપાંતરિત કરવાની પ્રથા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર ચુકાદો આપી રહ્યા હતા. આ દરમિયાન, તેમણે કહ્યું કે, અમે વિવિધ અધિનિયમોની તમામ જોગવાઈઓ અને તેના હેઠળ જાહેર કરાયેલા નિયમોને ધ્યાનમાં લેવાઈના હતા. ન્યાયાધીશ ગવઈએ વધુમાં જણાવ્યું કે, આ સમય છે કે કેન્દ્ર અને રાજ્ય સ્તરે વિધાનસભા, કારોબારી અને નીતિ ઘડવૈયાઓ બિનટકાઉ વિકાસથી પર્યાવરણને થતા નુકસાનની નોંધ લે અને વિકાસ કાર્યોને નુકસાન ન થાય તે માટે તમામ પગલાં લે. તેમણે કહ્યું કે પર્યાવરણને નુકસાન ન પહોંચાડો.

English summary
Justice of the Supreme Court apologized to the full court, know what is the whole matter?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X