કોરોના કાળમાં શું ભાડુઆતો પાસે છે કોઈ વિકલ્પ, દિલ્લી હાઈકોર્ટના જજે જણાવ્યુ
એક વેબીનાર દ્વારા દિલ્લી હાઈકોર્ટના જજ જસ્ટીસ પ્રતિભા એમ સિંહે ભાડુઆતો માટે ઘણી મહત્વની વાતો જણાવી છે.
નવી દિલ્લીઃ માર્ચ મહિનાથી આખા દેશમાં કોરોના વાયરસ સંકટ સામે લડી રહ્યો છે. માર્ચમાં લૉકડાઉન બાદ લોકો જ્યાં હતા ત્યાં રહેવા માટે મજબૂર થઈ ગયા. કેન્દ્ર સરકારે મકાન માલિકોને અપીલ કરી કે ભાડુઆતો પાસેથી થોડો સમય ભાડુ ન લેવામાં આવે પરંતુ આવુ થઈ શક્યુ નહિ અને ઘણા લોકો આજ સુધી પોતાનુ ભાડુ ચૂકવી રહ્યા છે. આવા લોકો માટે એક વેબીનાર દ્વારા દિલ્લી હાઈકોર્ટના જજ જસ્ટીસ પ્રતિભા એમ સિંહે ઘણી મહત્વની વાતો જણાવી છે.

સુપ્રીમ કોર્ટના એક ચુકાદાનુ ઉદાહરણ
તેમણે કહ્યુ કે દેશના કાયદામાં એવી જોગવાઈ છે જેની મદદથી લોકો કોરોના જેવા સંકટકાળમાં પોતાનુ ભાડુ ચૂકવવાથી બચી શકે છે. જસ્ટીસ પ્રતિભાએ જણાવ્યુ કે આઈપીસીની કલમ 32 હેઠળ એવી જોગવાઈ છે કે લોકો મહામારી, યુદ્ધ કે પછી એવા સંકટ સમયે પોતાનુ ભાડુ ચૂકવવાથી બચવા માટે કોર્ટની શરણ લઈ શકે છે. આ સાથે જ તેમણે 60ના દશકનુ એક ઉદાહરણ પણ આપ્યુ જેમાં ભાગલા બાદ જમીન માટે માલિકી હક માટે બે લોકો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યુ કે 19 ઓક્ટોબર 1967માં ભાગલા બાદ એક જમીન સાથે જોડાયેલો વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.
આ કેસને હયાલીરામ જગન્નાથ કેસના નામથી ઓળખવામાં આવે છે જે સાત જુલાઈ 1958માં શરૂ થયો હતો. આ કેસમાં જૂટના 2000 પોટલા પાકિસ્તાનથી લાવવાના હતા. સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ હતુ કે કોર્ટ પાસે એ પ્રકારની કોઈ તાકાતનથી કે તે કોઈ કૉન્ટ્રાક્ટથી કોઈ પાર્ટીને અલગ કરી શકે. જસ્ટીસ પ્રતિભાએ કહ્યુ કે મહામારીના કારણે આ રીતના કેસોની ભરમાર થવાની છે. એવામાં વકીલોએ પોતાના કલાયન્ટ્સને યોગ્ય સલાહ આપવી પડશે કે તેમણે કઈ રીતે પોતાના મુદ્દાને આગળ વધારવાનો છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
