જસ્ટીસ શરદ અરવિંદ બોબડેએ દેશના 47માં CJI તરીકે શપથ લીધા
ભારતના 47માં મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટીસ શરદ અરવિંદ બોબડેએ આજે પોતાનો કાર્યભાર સંભાળી લીધો. જસ્ટીસ એસએ બોબડેએ જસ્ટીસ રંજન ગોગોઈની જગ્યા લીધી અને દેશના સીજેઆઈની જવાબદારી સંભાળી. તમને જણાવી દઈએ કે જસ્ટીસ રંજન ગોગોઈ રવિવારે સેવાનિવૃત્ત થઈ ગયા ત્યારબાદ હવે જસ્ટીસ એસએ બોબડેએ દેશના મુખ્ય ન્યાયાધીશની જવાબદારી સંભાળી.
જસ્ટીસ બોબડે 23 એપ્રિલ સુધી દેશના સીજેઆઈ તરીકે કાર્યભાર સંભાળશે. તમને જણાવી દઈએ કે ઐતિહાસિક રામ મંદિર ભૂમિ વિવાદ સાથે જોડાયેલ કોર્ટના ચૂકાદામાં શામેલ પાંચ જજોની બેંચમાં જસ્ટીસ બોબડે પણ શામેલ હતા. તમને જણાવી દઈએ કે અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના જજોની બેંચમાં જસ્ટીસ બોબડે શામેલ છે. તે વકીલોના પરિવારમાંથી આવે છે. તેમના પિતા મહારાષ્ટ્ર અરવિંદ શ્રીનિવાસ બોબડે મહારાષ્ટ્રના પૂર્વ મહાધિવક્તા હતા. વળી, તેમના ભાઈ વરિષ્ઠ વકીલ હતા.
તેમનો જન્મ 24 એપ્રિલ, 1956ના રોજ નાગપુરમાં થયો. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી કલા તેમજ કાયદામાં સ્નાતક કર્યુ. 21 વર્ષો સુધી વકીલાત કર્યા બાદ વર્ષ 2000માં બોમ્બે હાઈકોર્ટના અધિક જજ તરીકે શપથ લીધી. 16 ઓક્ટોબર, 2012 રોજ તે મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ બન્યા. બાદમાં 2013માં તેમને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્તિ મળી.
આ પણ વાંચોઃ રાજસ્થાનના બીકાનેરમાં મોટી દૂર્ઘટના, બસ-ટ્રકની ટક્કરમાં 10ના મોત, 25 ઘાયલ
Delhi: Justice Sharad Arvind Bobde takes oath as Chief Justice of India. pic.twitter.com/JdacpmNUi4
— ANI (@ANI) 18 November 2019