For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશઃ કોંગ્રેસના બાગી ધારાસભ્ય બોલ્યા- કમલનાથ અમારી નથી સાંભળતા, અમે સિંધિયા સાથે

મધ્ય પ્રદેશઃ કોંગ્રેસના બાગી ધારાસભ્ય બોલ્યા- કમલનાથ અમારી નથી સાંભળતા, અમે સિંધિયા સાથે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં ફ્લોર ટેસ્ટ પર ઘમાસાણ વચ્ચે કોંગ્રેસના બાગી ધારાસભ્યોએ આજે પ્રેસ કોન્ફ્રેન્સ કરી. બેંગ્લોરમાં રોકાયેલ કોંગ્રેસી બાગી ધારાસભ્યોએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયા તેમના નેતા છે. જો કે તેમણે કહ્યું કે, ભાજપમાં જવા પર કોઈ ફેસલો લેવામાં આવ્યો નથી. બાગી ધારાસભ્યોએ સીએમ કમલનાથ પર કેટલાય આરોપ લગાવ્યા છે સાથે જ એમ પણ કહ્યું કે તેમના પર કોઈ દબાણ નથી.

સિંધિયા અમારા નેતા

સિંધિયા અમારા નેતા

ઈમરતી દેવીએ કહ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયા અમારા નેતા છે અને અમે હંમેશા તેમની સાથે છીએ. તેમના કહેવા પર કુવામાં પણ કૂદી જઈશ. જ્યારે ધારાસભ્ય ગોવિંદ સિંહ રાજપૂતે કહ્યું કે સીએમ કમલનાથે અમને ક્યારેય 15 મિનિટ પણ નથી સાંભળ્યા, તો અમે અમારા મતદાન ક્ષેત્રમાં વિકાસ કાર્યો માટે કોની સાથે વાત કરીએ. બાગી ધારાસભ્યોએ આરોપ લગાવ્યો કે કમલનાથે ક્યારેય તેમની વાત નથી સાંભળી.

કમલનાથ માત્ર છિંદવાડાના સીએમ બનીને રહી ગયા

કમલનાથ માત્ર છિંદવાડાના સીએમ બનીને રહી ગયા

તેમને પૂછવામાં આવ્યું કે શું તેમના પર કોઈપણ પ્રકારનું દબાણ છે અથવા તો તેમને બંધક બનાવીને રાખવામાં આવ્યા છે, જેના પર બાગી ધારાસભ્યોએ કહ્યું કે, 'અમને અહીં લાવવામાં પણ નથી આવ્યા અને બંધક પણ નથી બનાવ્યા, અમે આઝાદ છીએ. ઘણી મજબૂરીમાં પાર્ટી છોડવાનો ફેસલો લીધો છે કેમ કે અમારું કોઈ સાંભળતું નથી.' બાગી ધારાસભ્યોએ કહ્યું કે કમલનાથ માત્ર છિંદવાડાના સીએમ બનીને રહી ગયા છે.

સુરક્ષાને લઈ ચિંતા

સુરક્ષાને લઈ ચિંતા

જ્યારે ભોપાલથી આવવાના સવાલ પર બાગી ધારાસભ્યોએ સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે જો જ્યોતિરાદિત્ય સિંધિયા પર હુમલો થાય છે તો અમે સુરક્ષિત કેવા, અમને સુરક્ષા મળે તો અમે ભોપાલ જશું. આ ધારાસભ્યોએ કહ્યું કે અમે બધા પેટાચૂંટણી માટે તૈયાર છીએ. આ સરકારમાં કોઈની ભાગીદારી નથી, માત્ર ચાર-પાંચ લોકો જ મળીને સરકાર ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, કમલનાથે રાજીનામું આપી દેવું જોઈએ. જણાવી દઈએ કે 22 ધારાસભ્યોના રાજીનામા બાદ કમલનાથ સરકાર પર અલ્પમતમાં આવવાનું સંકટ પેદા થઈ ગયું છે.

Coronavirus: ફ્રાંસમાં લૉકડાઉનનું એલાન, આગલા 15 દિવસ સુધી ઘરથી બહાર ના નીકળવાની સલાહCoronavirus: ફ્રાંસમાં લૉકડાઉનનું એલાન, આગલા 15 દિવસ સુધી ઘરથી બહાર ના નીકળવાની સલાહ

English summary
kamal nath is not listening to us, jyotiraditya scindia is our leader says rebel MLAs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X