દીપિકા પર હુમલો કરનારા પર વરસ્યા કન્હૈયા કુમાર, VCને યાદ અપાવી તેમની જવાબદારી
દીપિકા પર નિશાન સાધનારા પર જેએનયુના પૂર્વ છાત્ર અધ્યક્ષ કન્હૈયા કુમારે આકરો હુમલો કર્યો છે.
જેએનયુમાં થયેલી હિંસા બાદ ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ કેમ્પસમાં પ્રદર્શન કરી રહેલા છાત્રો સાથે મુલાકાત કરવા માટે પહોંચી હતી. દીપિકાના જેએનયુમાં ગયા બાદથી લોકો તેના પર નિશાન સાધી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તેના અને તેની ફિલ્મ છપાકના વિરોધમાં અભિયાન ચલાવી રહ્યા છે. પરંતુ દીપિકા પર નિશાન સાધનારા પર જેએનયુના પૂર્વ છાત્ર અધ્યક્ષ કન્હૈયા કુમારે આકરો હુમલો કર્યો છે. કન્હૈયા કુમારે કહ્યુ કે જે રીતનો હુમલો દીપિકા પાદુકોણ પર કરવામાં આવી રહ્યો છે તેણે એ સાબિત કરી દીધુ છે કે જેએનયુમાં થયેલી હિંસા પાછળ સરકારના સમર્થક છે, જેમણે બુકાની પહેરીને કેમ્પસની અંદર મારપીટ કરી હતી.

વીસી પર સાધ્યુ નિશાન
કન્હૈયા કુમારે આ સાથે જ જેએનયુના વીસી પર પણ આકરો હુમલો કર્યો છે. તેમણે કહ્યુ કે વીસી જગદીશ કુમારે દીપિકા પાદુકોણના જેએનયુ આવવા પર કહ્યુ કે જે સેલિબ્રિટી પ્રદર્શનકારી છાત્રોને મળવા માટે જેએનયુ આવી રહ્યા છે તેમણે એ શિક્ષકો અને છાત્રોને પણ મળવુ જોઈએ જેમને તેમના હકથી દૂર રાખવાં આવી રહ્યાછે. પ્રદર્શનના કારણે છાત્રોના અભ્યાસને નુકશાન થઈ રહ્યુ છે. જેના પર કન્હૈયાએ કહ્યુ કે આ તો એવુ છે જેમ કે પડોશી નવી કાર લઈને આવ્યા અને તમે કહો કે કારનો રંગ સારો નથી. કન્હૈયાએ કહ્યુ કે આ વીસીની જવાબદારી છે કે કેમ્પસમાં અભ્યાસ થાય, તેમણે છાત્રો અને શિક્ષકોને મળવુ જોઈએ, દીપિકા પાદુકોણ જેએનયુની વીસી નથી, તમે અહીંના વીસી છો.

હવે દીપિકા દેશદ્રોહી બની ગઈ
લેફ્ટ નેતા કન્હૈયા કુમારે કહ્યુ કે જ્યારે દીપિકા પાદુકોણે જ્યારે પીએમ મોદીનુ સમર્થન કર્યુ તો તે દેશભક્ત હતી પરંતુ જ્યારે તે જેએનયુમાં આવી તો દેશદ્રોહી બની ગઈ. કન્હૈયાએ કહ્યુ કે દીપિકા જેએનયુમાં આવી અને તેણે કંઈ પણ નથી બોલી, તે ચૂપચાપ પ્રદર્શનકારી છાત્રોને મળી, ના તો તેણે કોઈ પાર્ટીનુ નામ લીધુ અને ના તેણે કોઈના સમર્થનમાં કોઈ નારા લગાવ્યા. તે શાંતિપૂર્ણ રીતે ઘાયલ છાત્રોને મળી અને જતી રહી. પરંતુ હવે આ લોકો કહી રહ્યા છે કે તેની ફિલ્મ નહિ જોઈએ.

આજે રિલીઝ થઈ રહી છે છપાક
તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક આજે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ એસિડ હુમલા પર આધારિત છે. આમાં એ યુવતીઓની પીડા વર્ણવવામાં આવી છે જે એસિડ હુમલા બાદ બહુ મુશ્કેલીથી જીવન જીવી શકે છે. પરંતુ દીપિકાના જેએનયુમાં જવાના કારણે તેની ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. ફિલ્મ છપાકને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય લીધો છે.












Click it and Unblock the Notifications
