ગરીબોને અવગણી પીએમ મોદીના ફેશિયલ પર થઈ રહ્યા છે કરોડો ખર્ચઃ કન્હૈયા કુમાર
બિહારની બેગુસરાય લોકસભા સીટથી ચૂંટણી લડી રહેલા જેએનયુ છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ અને સીપીઆઈ ઉમેદવાર કન્હૈયા કુમારે પીએમ મોદી પર શનિવારે જબરદસ્ત હુમલો કર્યો.
બિહારની બેગુસરાય લોકસભા સીટથી ચૂંટણી લડી રહેલા જેએનયુ છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ અને સીપીઆઈ ઉમેદવાર કન્હૈયા કુમારે પીએમ મોદી પર શનિવારે જબરદસ્ત હુમલો કર્યો. કન્હૈયા કુમારે કહ્યુ કે પીએમ મોદી પોતાની છબી ચમકાવવા માટે કરોડો ખર્ચ કરી રહ્યા છે પરંતુ લોકોને નજરઅંદાજ કરી રહ્યા છે. કન્હૈયાએ કહ્યુ કે તેમની છબીને સારી બનાવી રાખવા માટે મીડિયામાં તેમનું સમર્થન કરતા આંકડા બતાવવામાં આવી રહ્યા છે.

શનિવારે એક ટીવી ચેનલ સાથે વાત કરતા કન્હૈયા કુમારે કહ્યુ કે એક તરફ મોદીજીનો ચમકતો ચહેરો છે જેના પર કરોડો રૂપિયા તેમના ફેશિયલ પર ખર્ચ કરવામાં આવી રહ્યા છે જ્યારે બીજી તરફ આ દેશની ગરીબ જનતા અને કરોડો લોકો છે. તેમણે કહ્યુ કે ઉજ્વલા યોજના, બેટી બચાવો બેટી પઢાવો જેવી ઘણી સારી રીતે પ્રચારિતકરવામાં આવી રહેલી યોજનાઓ ખરાબ રીતે નિષ્ફળ જઈ રહી છે. કન્હૈયા કુમારે કહ્યુ કે પીએમ મોદીનો દાવો છે કે ઉજ્વલા યોજના હેઠળ લોકોને મફત ગેસ કનેક્શન મળશે. જો કે જ્યારે લોકો સિલિન્ડર ભરાવવા જશે તો તેમને હપ્તામાં તેની કિંમત ચૂકવવાની હશે. કન્હૈયા કુમારે કહ્યુ કે એક તરફ કરોડો જરૂરિયાતમંદ લોકો છે અને બીજી તરફ પીએમ મોદીના લુક્સ પર કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે.
મોદી સરકાર ચોક્કસ આંકડા રજૂ નથી કરી રહી એમ કહી કન્હૈયા કુમારે કહ્યુ કે ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ ભારતીય અર્થવ્યવસ્થાના 7 ટકાના વિકાસ પર શંકા વ્યક્ત કરી છે. જો અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે તો નોકરીઓ ક્યાં છે? ડેટાથી માલુમ પડે છે કે કેન્દ્ર સરકાર પાસે 27 લાખ નોકરીઓ ખાલી પડી છે પરંતુ તે ભરવામાં આવી નથી. કન્હૈયા કુમારે પેપર લીકના સતત ઉદાહરણોને રેખાંકિત કરીને કહ્યુ કે આ રીતની ઘટનાઓથી ભરતીની પ્રક્રિયામાં બાધાઓ પેદા કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે કન્હૈયા કુમારને લોકસભા ચૂંટણીમાં જ્યાં એક તરફ ઘણા ફિલ્મી સ્ટાર્સનું સમર્થન મળી રહ્યુ છે ત્યાં બીજી તરફ આમ આદમી પાર્ટી પણ તેમના સમર્થમાં આવી ગઈ છે.












Click it and Unblock the Notifications
