For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કનીમોઝીએ રાજ્ય સભા ચૂંટણી માટે નામાંકન ભર્યું

|
Google Oneindia Gujarati News

kanimozi
ચેન્નાઇ, 15 જૂન : દ્રવિડ મુનેત્ર કડગમ (ડીએમકે)ના અધ્યક્ષ એમ કરૂણાનિધીની પુત્રી કનિમોઝીએ શનિવારે રાજ્યસભા ચૂંટણી માટે નામાંકનપત્ર ભર્યું હતું. રાજ્યસભા ચૂંટણી 27 જૂનના રોજ યોજાવાની છે. કનિમોઝી એ છ રાજ્યસભા સભ્યોમાંથી એક છે જેમનો કાર્યકાળ આવતા મહિને સમાપ્ત થઇ રહ્યો છે.

ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ(એઆઇએડીએમકે)ના પાંચ ઉમેદવારો વી મૈત્રેયન, કે આર અર્જુન, ટી રાથિનવેલ, આર લક્ષમણન તથા થંગામુથું એ બુધવારે પાતાના નામાંકનપત્ર ભર્યા હતા.

તમિલનાડનની 235 સભ્યોવાળી વિધાનસભામાં એઆઇએડીએમકેના 151 સભ્યો છે. જ્યારે ડીએમડીકેના 29, ડીએમકેના 23 માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)ના 10, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (ભાકપા)ના આઠ સભ્યો અને કોંગ્રેસના પાંચ ધારાસભ્યો છે.

કોઇ પણ ઉમેદવારને જીતવા માટે 34 મતોની જરૂર છે. એઆઇએડીએમકેના સહયોગી દળોની મદદથી ઓછામાં ઓછી પાંચ બેઠકો પર જીતની આશા છે. જો આમ થાય તો રાજ્યસભામાં તેમના સ્ભ્યોની સંખ્યા આઠ થઇ જશે, જે વર્તમાનમાં પાંચ છે.

English summary
Kanimozhi files nomination for Rajya Sabha polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X