For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Kanjhawala Case: હોટલમાંથી નીકળતી વખતે પૈસા માટે ઝઘડી હતી અંજલિ અને નિધિ, દોસ્તે કર્યો દાવો

અંજલિ અને તેની દોસ્ત નિધિ વચ્ચે પોતાની સ્કૂટી પર હોટલમાંથી નીકળવાની થોડી મિનિટ પહેલા પૈસા માટે ઝઘડો થયો હતો તેવો દાવો કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

Kanjhawala Case: દિલ્લીમાં ન્યૂ યરની રાતે સુલતાનપુરી-કાંઝાવાલામાં 20 વર્ષીય અંજલિની સ્કૂટીને ટક્કર મારીને તેને ઘણા કિલોમીટર સુધી ઢસડી મોતના મુખમાં ધકેલી દેવામાં કેસમાં એક મોટી વાત સામે આવી છે. મૃતક અંજલિ સિંહ અને તેની દોસ્ત નિધિ વચ્ચે પોતાની સ્કૂટી પર હોટલમાંથી નીકળવાની થોડી મિનિટ પહેલા પૈસા માટે ઝઘડો થયો હતો. આ વાતનો ખુલાસો હોટલમાં હાજર એક વ્યક્તિએ કર્યો છે.

'અંજલિ અને નિધિએ હોટલમાં કરી હતી પાર્ટી...'

'અંજલિ અને નિધિએ હોટલમાં કરી હતી પાર્ટી...'

દોસ્તે ઈન્ડિયા ટુડે ટીવીને કહ્યુ, 'અંજલિએ મને તે રાતે લગભગ સાત વાર ફોન કર્યો પરંતુ મે જવાબ આપ્યો નહિ. ત્યારબાદ તેણે બીજા મિત્રને મને ઘરેથી લેવા મોકલ્યો. હું એના ગયા પછી ગયો જ્યારે એણે મને એમ કહીને મજબૂર કર્યો કે અંજલિ મારા માટે પૂછી રહી છે. હું લગભગ 11:30 વાગે પહોંચ્યો અને અંજલિ અને નિધિને પાર્ટી કરતા જોયા. ત્યાં બીજા કેટલાક લોકો હતા. હોટલમાં બે રૂમ બુક કરાવ્યા હતા. તેઓ માત્ર મસ્તી કરતા હતા અને બીયર પીતા હતા.

'પાર્ટીની વચમાં જ અંજલિ અને નિધિ વચ્ચે ઝઘડો થયો...'

'પાર્ટીની વચમાં જ અંજલિ અને નિધિ વચ્ચે ઝઘડો થયો...'

દોસ્તે આગળ કહ્યુ, 'પાર્ટીની વચ્ચે, બંને વચ્ચે ફરી ઝઘડો શરૂ થયો. નિધિ અંજલીને તેના પૈસા પાછા આપવા કહે છે. થોડી જ વારમાં બંને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ. અમે તેમને અલગ કર્યા અને શાંત કર્યા. પછી બંને થોડા સમય પછી ચાલ્યા ગયા. મને આગલી સાંજે અકસ્માતની ખબર પડી.' રિપોર્ટ મુજબ નવીને નિધિના નિવેદનો પર સવાલ ઉઠાવ્યા છે અને સચ્ચાઈ સામે લાવવા માટે કૉલ ડિટેલ્સ કઢાવવાની માંગ કરી છે. નિધિએ નિવેદન આપ્યુ હતુ કે હોટલ રુમમાં બસ એક જ રુમ બુક કરાવવામાં આવ્યો હતો અને તે પણ અંજલિના આઈડીથી. પરંતુ નવીને આ દાવાને ફગાવી દીધો અને કહ્યુ કે હોટલમાં બે રુમ બુક થયા હતા અને તે પણ અંજલિ નહિ પરંતુ નિધિના આઈડીથી બુક કરાવવામાં આવ્યા હતા.નવીને એવો પણ દાવો કર્યો છે કે બંને વચ્ચે પૈસાને લઈને લડાઈ થઈ હતી. જ્યારે નિધિનો દાવો છે કે સ્કૂટી કોણ ચલાવશે તેને લઈને બંને વચ્ચે લડાઈ થઈ હતી. 31 ડિસેમ્બરે સવારે 1.30 વાગે સીસીટીવી ફૂટેજમાં અંજલિ અને નિધિ એકબીજા સાથે લડતા જોઈ શકાય છે.

કેવી રીતે થયુ અંજલિનુ મોત

કેવી રીતે થયુ અંજલિનુ મોત

31 ડિસેમ્બરની રાત્રે પાર્ટી કર્યા પછી અંજલિ અને નિધિ લગભગ 1.30 વાગ્યે સ્કૂટી પર રોહિણીની હોટલથી નીકળ્યા હતા. સવારે 2.30 વાગ્યાની આસપાસ અંજલિ તેની મિત્ર નિધિ સાથે સ્કૂટર પર જઈ રહી હતી ત્યારે એક બલેનોએ તેને ટક્કર મારી હતી. ફોરેન્સિક રિપોર્ટ અનુસાર અંજલિનો પગ કારના આગળના ડાબા વ્હીલમાં ફસાઈ ગયો હતો અને તેને 12 કિલોમીટર સુધી ઢસડવામાં આવી હતી. જેના કારણે તેનુ મોત થયુ હતુ. અંજલિનો મૃતદેહ દિલ્લીના કાંઝાવાલા વિસ્તારમાં તેના કપડા ફાટેલા અને તેની ચામડીની છાલ ઉતારેલી હાલતમાં મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ અંજલિની ખોપડીમાં ફ્રેકચર થયુ હતુ, તેનુ બ્રેઈન મેટર ગાયબ હતુ અને પાંસળીઓ નીકળી ગઈ હતી. અંજલિના પરિવારમાં તેની માતા અને નાના ભાઈ-બહેન છે. તેના પિતાનુ થોડા વર્ષ પહેલા અવસાન થયુ હતુ.

English summary
Kanjhawala Case: Anjali and Nidhi fought over money before leaving hotel says a friend.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X