For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Kanjhawala Case: અંજલિ સાથે ન્યૂ યર મનાવવા ગઈ હતી તેની સહેલી, અકસ્માત પછી એ ઘટના સ્થળેથી ભાગી ગઈ

દિલ્લીમાં 20 વર્ષની યુવતીને 12 કિલોમીટર સુધી ઢસડી મોતના મુખમાં ધકેલી દેવાના કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

|
Google Oneindia Gujarati News

Kanjhawala Case: દિલ્લીમાં જે રીતે 20 વર્ષીય યુવતીને 12 કિલોમીટર સુધી ઢસડીને મોતના મુખમાં ધકેલી દેવાની ખોફનાક ઘટના સામે આવી છે તેમાં વધુ એક ચોંકાવનારી વાતનો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ જે યુવતી સાથે આ દૂર્ઘટના બની તેની સાથે તેની દોસ્ત પણ સ્કૂટી પણ સવાર હતી. પોલીસે જણાવ્યુ કે યુવતીને જ્યારે કારે ટક્કર મારી ત્યારે તેની સાથે સ્કૂટી પર તેની દોસ્ત પણ બેઠી હતી. ઘટના બની ત્યારે એ છોકરી ત્યાંથી ભાગી ગઈ. કારની ટક્કર પછી તેને પણ થોડી ઈજાઓ થઈ હતી.

Kanjhawala Case

પોલીસે જણાવ્યુ કે અકસ્માત બાદ યુવતીની સહેલી ઘરે પરત પાછી આવી ગઈ હતી પરંતુ પીડિત યુવતી કારમાં ફસાઈ ગઈ હતી, જેને સુલતાનપુરીથી કાંજાવાલા સુધી 12 કિલોમીટર સુધી ઢસડવામાં આવી હતી. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે પીડિતાની સ્કૂટી ગુલાબી રંગની હતી, જ્યારે પીડિતાની સહેલીએ લાલ કપડા પહેર્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ પીડિતા અને તેની દોસ્ત જે હોટલમાંથી બહાર આવી રહ્યા હતા ત્યાં નવા વર્ષની ઉજવણી કરવા ગયા હતા. સીસીટીવી ફૂટેજનો વીડિયો 31 ડિસેમ્બરની રાત્રે 1.34 મિનિટનો છે. રિપોર્ટ મુજબ અંજલિ તેની દોસ્ત સાથે 31 ડિસેમ્બરે સવારે 1.34 વાગ્યાથી હોટલમાંથી બહાર નીકળતી જોવા મળે છે. દિલ્લી પોલીસે અંજલિની મિત્રની ઓળખ કરી લીધી છે અને ટૂંક સમયમાં તેનુ નિવેદન નોંધશે.

જ્યારે બંને યુવતીઓ હોટલમાંથી બહાર આવી ત્યારે બીજી યુવતી સ્કૂટી ચલાવી રહી હતી જ્યારે અંજલિ સ્કૂટી પર પાછળ બેઠી હતી. પરંતુ હોટેલથી થોડે દૂર બંને યુવતીઓએ સીટો બદલી નાખી અને અંજલિ સ્કૂટી ચલાવવા લાગી અને તેની પાછળ તેની દોસ્ત બેસી ગઈ. આના થોડા સમય બાદ એક કાર સ્કૂટી સાથે અથડાઈ ત્યારબાદ અંજલિ કારની અંદર ફસાઈ ગઈ, જેને કાર સવારો લગભગ 12 કિલોમીટર સુધી ઢસડી ગયા. અંજલિની દોસ્ત કે જેને થોડી ઈજાઓ થઈ હતી તે ઘટનાસ્થળેથી ભાગી ગઈ હતી.

તમને જણાવી દઈએ કે સોમવારે દિલ્લી પોલીસે કહ્યુ કે પોસ્ટમૉર્ટમ માટે મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી છે. આ કેસમાં નોંધાયેલી એફઆઈઆરમાં આ કેસ પાંચ લોકો વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે, જેમની પોલીસે ધરપકડ કરી છે. આ લોકોએ આ કાર લોન પર લીધી હતી. આ ઘટના રવિવારે મોડી રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બની હતી. દીપક ખન્ના અને અમિત ખન્નાએ આ કાર તેમના મિત્ર આશુતોષ પાસેથી ઉધાર લીધી હતી, અકસ્માત બાદ આ લોકોએ કારને તેમના મિત્રના ઘરે મૂકી દીધી હતી.

દીપક અને અમિત આશુતોષને કહે છે કે તેઓએ દારૂ પીધો હતો અને તે પછી કૃષ્ણ વિહાર વિસ્તારમાં કારનો સ્કૂટી સાથે અકસ્માત થયો હતો. એફઆઈઆરમાં કહેવામાં આવ્યુ છે કે અકસ્માત બાદ આ લોકો કાંજાવાલા તરફ ભાગી ગયા હતા. સાથે જ પોલીસનુ કહેવુ છે કે અમે મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. પોલીસને કૃષ્ણ વિહાર પાસે અકસ્માતવાળી સ્કૂટી મળી આવી હતી.

English summary
Kanjhawala case: Anjali's friend fled from the sport after accident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X