For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું AAPનો સભ્ય છે શાહીન બાગમાં ફાયરિંગ કરનાર કપિલ ગુર્જર, પિતાએ જણાવ્યુ સત્ય

દિલ્લીના શાહીન બાગ વિસ્તારમાં થયેલી ફાયરિંગ કેસમાં ફાયરિંગના આરોપી કપિલ ગુર્જરના પરિવારનુ નિવેદન સામે આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લીના શાહીન બાગ વિસ્તારમાં થયેલી ફાયરિંગ કેસમાં હવે રાજકારણ શરૂ થઈ ગયુ છે. વાસ્તવમાં દિલ્લી પોલિસે મંગળવારે કહ્યુ કે શાહીન બાગમાં ફાયરિંગ કરનાર વ્યક્તિ કપિલ ગુર્જર આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે. પોલિસ જણાવ્યુ કે તેમને કપિલના મોબાઈલમાંથી એવા ફોટા મળ્યા છે જેમાં તે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે છે. જો કે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે પોલિસના દાવાનુ ખંડન કર્યુ અને આરોપ લગાવ્યો કે દિલ્લી પોલિસ ગૃહમંત્રી અમિત શાહના ઈશારે આવા નિવેદન આપી રહી છે. હવે આ કેસમાં ફાયરિંગના આરોપી કપિલ ગુર્જરના પરિવારનુ નિવેદન સામે આવ્યુ છે.

‘મારા પરિવારના કોઈ સભ્યને AAP સાથે લેવાદેવા નથી'

‘મારા પરિવારના કોઈ સભ્યને AAP સાથે લેવાદેવા નથી'

આ બાબતે કપિલ ગુર્જરના પિતા ગજે સિંહે બુધવારે મીડિયા સાથે વાત કરી. ગજે સિંહને જ્યારે પૂછવામાં આવ્યુ કે કપિલના ફોનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે તેના ફોટા મળ્યા છે તો આના પર તેમણે જવાબ આપીને કહ્યુ, ‘મારે અને મારા પરિવારના કોઈ સભ્યને આમ આદમી પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી. વર્ષ 2012 સુધી હું બહુજન સમાજ પાર્ટી સાથે જોડાયેલો હતો પરંતુ 2012માં મે રાજકારણ છોડી દીધુ. જો કોઈ વ્યક્તિ તમારી પાસે આવશે તો તમે પણ તેમનુ સમ્માન કરશો. આમ આદમી પાર્ટીના નેતા અમારી પાસે આવ્યા અને અમે લોકોએ તેમનુ સમ્માન કર્યુ પરંતુ અમારામાંથી કોઈ પણ આમ આદમી પાર્ટીમા શામેલ નથી થયુ.'

BSPની ટિકિટ પર બે વાર ચૂંટણી લડી ચૂક્યા છે કપિલના પિતા

BSPની ટિકિટ પર બે વાર ચૂંટણી લડી ચૂક્યા છે કપિલના પિતા

કપિલ ગુર્જરના કાકા ફતેહ સિંહે આ બાબતે માહિતી આપતા કહ્યુ, ‘મને ખબર નથી કે આ ફોટા ક્યાંથી સામે આવી રહ્યા છે. મારા ભત્રીજા કપિલને કોઈ પણ રાજકીય પક્ષ સાથે કોઈ સંબંધ નથી રહ્યો અને ના મારા પરિવારના કોઈ અન્ય સભ્ય કોઈ પાર્ટી સાથે જોડાયેલા છે. મારા ભાઈ ગજે સિંહ વર્ષ 2008માં બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા જેમાં તેમને હાર મળી હતી. ત્યારબાદથી અમારા પરિવારના કોઈ પણ સભ્યને કોઈ રાજકીય પક્ષ સાથે કોઈ સંબંધ નથી રહ્યો. કપિલનો કોઈ એવો દોસ્ત પણ નથી જે કોઈ આમ આદમી પાર્ટી કે કોઈ બીજી પાર્ટી સાથે જોડાયેલો હોય.'

કપિલના ભાઈએ કર્યો ખુલાસો

કપિલના ભાઈએ કર્યો ખુલાસો

પોલિસના દાવાનુ ખંડન કપિલના ગુર્જરના ભાઈએ પણ મીડિયામાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હોવાના સમાચારો અને દિલ્લી પોલિસના દાવાનુ ખંડન કર્યુ. તમને જણાવી દઈએ કે કપિલ ગુર્જરના પિતા ગજે સિંહ વર્ષ 2012માં બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પર દિલ્લી નગર નિગમ (એમસીડી)ની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. દિલ્લી પોલિસનુ કહેવુ છે કે પૂછપરછમાં કપિલ ગુર્જરે એ વાતનો સ્વીકાર કર્યો છે કે તે આમ આદમી પાર્ટીનો સભ્ય છે. પોલિસન જણાવ્યા મુજબ કપિલ ગુર્જરે પૂછપરછમાં એ પણ જણાવ્યુ કે તેના પિતા પણ આમ આદમી પાર્ટીના સભ્ય છે અને બંને વર્ષ 2019માં આપમાં શામેલ થયા હતા. જો કે આમ આદમી પાર્ટીએ પોલિસના આ દાવાનુ ખંડન કર્યુ છે.

આ પણ વાંંચોઃ ભાજપ પર ભડક્યા ઉદ્ધવઃ મારુ હિંદુત્વ BJPના હિંદુત્વથી અલગ, અમારા વિચારો અલગઆ પણ વાંંચોઃ ભાજપ પર ભડક્યા ઉદ્ધવઃ મારુ હિંદુત્વ BJPના હિંદુત્વથી અલગ, અમારા વિચારો અલગ

English summary
Kapil Gujjar’s Father Says No Member Of My Family Has Any Connection With AAP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X