For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અચ્છે દિવસ પર સવાલ ઉઠાવતા ફસાયા કપિલ શર્મા, થઇ શકે છે જેલ

|
Google Oneindia Gujarati News

બીએમસી અધિકારીઓ પર લાંચનો આરોપ લગાવતા કપિલ શર્માની મુસીબતો વધી રહી છે. બીએમસી ના સબ એન્જીનીયર અભય જગતાપએ કપિલ શર્મા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે.

પોલીસને જણાવેલી ફરિયાદમાં અભય જગતાપએ આરોપ લગાવ્યો છે કે ગોરેગાંવમાં ન્યુ લિંક રોડ પર ડીએચએલ એન્ક્લેવમાં કપિલ શર્માએ ગેરકાનૂની નિર્માણ કર્યું છે. પોલીસ અધિકારીઓ એ જણાવ્યું છે કે કપિલ શર્મા સિવાય અન્ય 15 ફ્લેટ્સનું પણ ગેરકાનૂની રીતે નિર્માણ થયું છે. તે બધા જ માલિકો ને નોટિસ આપી દેવામાં આવી છે.

ખાલી ઓફિસ જ નહીં પરંતુ કપિલ શર્માનું ઘર પણ ગેરકાનૂની..ખાલી ઓફિસ જ નહીં પરંતુ કપિલ શર્માનું ઘર પણ ગેરકાનૂની..

લોકપ્રિય કોમેડિયન કપિલ શર્માએ લાંચને લઈને એક ટવિટ કરી હતી. જે ટવિટ પછી સોશ્યિલ મીડિયા પર જાણે ભૂકંપ આવી ગયો. પરંતુ હવે બીએમસીએ કપિલ શર્મા વિરુદ્ધ મોરચો ખોલી નાખ્યો છે. તાજા રિપોર્ટ અનુસાર બીએમસીએ કપિલ શર્મા વિરુદ્ધ ગેરકાનૂની નિર્માણ અને નિયમોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે.

kapil sharma

આપણે જણાવી દઈએ કે કપિલ શર્મા અને બીએમસી વચ્ચે આ આરોપો એટલા માટે ચાલી રહ્યા છે કે શુક્રવારે કપિલ શર્માએ ગુસ્સે થઇ ને એક ટવિટ કરી હતી. જેમાં તેમને નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા હતા. જેમાં લખ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી હું 15 કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સ ભરું છું. તેમ છતાં મારે ઑફિસ ખોલવા માટે બીએમસીને 5 લાખની લાંચ આપવી પડશે?

ગેરકાનૂની નિર્માણ મામલે જો કપિલ શર્મા સબૂત ના આપી શક્યા તો તેમને જેલ પણ જવું પડી શકે છે. કપિલ શર્મા વિરુદ્ધ જે ધારાઓમાં કેસ દાખલ થયો છે. તેમાં એક મહિનાથી 3 વર્ષ સુધીની જેલ અને 2000 થી 5000 સુધીનો દંડ લાગી શકે છે.

English summary
In more trouble for standup comedian Kapil Sharma, who has kicked up a row through his bribe tweet, Oshiwara Police here today registered an FIR against him for alleged unauthorised construction at his flat in suburban Goregaon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X