For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યપાલને મળીને જેડીએસ-કોંગ્રેસે પણ રજૂ કર્યો સરકાર બનાવવાનો દાવો

કુમારસ્વામી, ગુલામનબી આઝાદ, સિદ્ધારમૈયા, ડીકે શિવકુમાર અને કોંગ્રેસના બીજા એમએલએ રાજભવનમાં ગયા. ત્યારબાદ કુમારસ્વામીએ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.

|
Google Oneindia Gujarati News

કુમારસ્વામી, ગુલામનબી આઝાદ, સિદ્ધારમૈયા, ડીકે શિવકુમાર અને કોંગ્રેસના બીજા એમએલએ રાજભવનમાં ગયા. ત્યારબાદ કુમારસ્વામીએ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. વળી, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી વિરપ્પા મોઈલીઓ કહ્યુ કે ભાજપ પાસે સરકાર બનાવવા માટેનો આંકડો નથી. અમારી પાસે આ આંકડો છે.

kumnarswami

કર્ણાટકમાં 222 વિધાનસભા સીટો માટે થયેલ ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે. પહેલા અનુમાન હતુ એ મુજબ જ કર્ણાટકમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહિ. એક તરફ કોંગ્રેસે જેડીએસને સમર્થન આપીને આખુ પાસુ જ પલટી નાખ્યુ છે. આ હલચલ સાથે કર્ણાટકનો રાજકીય પારો ચડી ગયો છે. હવે જોવાનું એ રસપ્રદ રહેશે કે કર્ણાટકનો તાજ કોના શિરે સજે છે.

કોંગ્રેસના કેટલાક એમએલએ બળવો કર્યાના સમાચાર છે. જાણકારી મુજબ કોંગ્રેસના 7 લિંગાયત એમએલએ ભાજપના સંપર્કમાં છે અને આ બધાથી બચવા માટે કોંગ્રેસ પોતાના વિધાયકોને બીજી જગ્યાએ મોકલી શકે છે. ટીવી રિપોર્ટ મુજબ જ્યાં સુધી સરકાર બનવાની સ્થિતિ સ્પષ્ટ ના થઈ જાય ત્યાં સુધી કોંગ્રેસ પોતાના વિધાયકોને પંજાબ મોકલી શકે છે. પરિણામો આવી ચૂક્યા છે જેમાં ભાજપને 104, કોંગ્રેસ 78 અને જેડીએસને 38 અને અન્યને 2 સીટો મળી છે.

English summary
karnataka assembly elections 2018 7 congress mlas from lingayat community are in touch with bjp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X