Karnataka CM : ડીકે શિવકુમારનો દિલ્હી પ્રવાસ રદ્દ, જાણો કેમ?
કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનવા માટે કોંગ્રેસના બે મોટા નેતા સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે ત્યારે હવે ડીકે શિવકુમારે પોતાનો દિલ્હી પ્રવાસ રદ્દ કરી દીધો છે. બીજી તરફ સિદ્ધારમૈયા દિલ્હી પહોંચી ગઈ છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 135 બેઠકો જીતીને કોંગ્રેસ મુખ્યમંત્રી કોને બનાવવા તેને લઈને મંથન કરી રહી છે. દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ આ અંગે બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં સિદ્ધારમૈયા તો પહોંચ્યા છેપરંતુ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે તેમનો દિલ્હી પ્રવાસ રદ કર્યો છે.

હવે મુખ્યમંત્રી બનવા મુદ્દે પુછાયેલા સવાલ પર ડીકે શિવકુમારે ફરી એકવાર મીડિયા સાથે ખુલીને વાત કરી. કર્ણાટક કોંગ્રેસના વડા શિવકુમારે બીમારીનું બહાનું કાઢીને દિલ્હીની પ્રસ્તાવિત મુલાકાત રદ કરી છે.
ડીકે શિવકુમારનો આજે 71મો જન્મદિવસ છે ત્યારે તેમણે કહ્યું કે તેમના પેટમાં ઈન્ફેક્શન છે તેથી તે દિલ્હી નથી જઈ રહ્યા. ત્યારબાદ તેમણે આગળ કહ્યું કે, તેમની પાસે એક પણ ધારાસભ્ય નથી. 135 એમએલ તમામ કોંગ્રેસના છે. કોને મુખ્યમંત્રી બનાવાશે તે કોંગ્રેસ હાઈકમાન્ડ નક્કી કરશે.
VIDEO | "I don't have any MLAs. We have a total of 136 MLAs, they are Congress party's MLAs," says Congress leader DK Shivakumar in response to a media query. #KarnatakaResultsWithPTI pic.twitter.com/jBV6QtKbBw
— Press Trust of India (@PTI_News) May 15, 2023
મીડિયાના સવાલના જવાબમાં કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે કહ્યું કે, મારી પાસે કોઈ ધારાસભ્ય નથી. અમારી પાસે કુલ 136 ધારાસભ્યો છે, તે કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો છે.












Click it and Unblock the Notifications
