For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિદ્ધરમૈયાનો દાવ શરૂ, મનમોહન સિંહને મળ્યા

|
Google Oneindia Gujarati News

siddaramaiya
નવી દિલ્હી, 16 મે : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ ગુરુવારે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતને સિદ્ધરમૈયાએ શિષ્ટાચારના ભાગરૂપે કરવામાં આવેલી મુલાકાત ગણાવી હતી. તેમણે 13 મેના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી પદ તરીકેના શપથ લીધા છે.

પૂર્વમાં પ્રધાનમંત્રીએ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા પર સિદ્ધરમૈયાને શુભેચ્છા આપી હતી અને તેમના સારા ભવિષ્યની કામના કરી હતી.

પ્રધાનમંત્રીની મુલાકાત બાદ સિદ્ધ રમૈયાએ પત્રકારોને કહ્યું કે 'આ એક શિષ્ટાચાર મુલાકાત હતી.' કહેવાય છે કે રાજધાનીમાં પ્રવાસ દરમિયાન સિદ્ધરમૈયા પોતાના મંત્રિમંડળના ગઠ અંગે કેન્દ્રીય નેતાઓની સાથે સલાહ-સૂચન કરશે.

અત્રે આવ્યા બાદ તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે મંત્રિમંડળનું ગઠન કેટલાક દિવસમાં જ થઇ જશે જેમાં ચોખ્ખી છબિ ધરાવતા લોકોને જ સ્થાન આપવામાં આવશે.

રાજ્યમાં પાંચ મેના રોજ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની લડાઇનું નેતૃત્વ સિદ્ધરમૈયા અને કર્નાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જી પરમેશ્વરે કર્યું હતું. સત્તા વિરોધી જુવાળનો ફાયદો ઉઠાવતા કોંગ્રેસે આ ચૂંટણીમાં પોતાની દક્ષિણી ધ્રુવ પર એક વાર ફરી કબજો જમાવી લીધો અને 121 બેઠકો જીતીને ભાજપાને સત્તા પરથી બેદખલ કરી દીધું.

English summary
Karnataka CM Siddaramaiah meets PM Manmohan singh today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X