Karnataka Election : અલ્ટ ન્યૂઝના સહસ્થાપક પત્રકાર મોહમ્મદ ઝુબૈરે મતદાન કર્યુ, નુપુર શર્માએ લગાવ્યા હતા આરોપ
ફેક્ટ ચેક કરીને મોદી સરકાર અને તેના મંત્રીઓના ખોખલા અને ખોટા દાવાઓની પોલ ખોલનારા પત્રકાર મોહમ્મદ ઝુબૈર મતદાન કરવા પહોંચ્યા હતા. મોહમ્મદ ઝુબૈર જાણીતી ફેક્ટ ચેક વેબસાઈટ અલ્ટ ન્યૂઝના સહસ્થાપક છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે Alt Newsના સહ-સ્થાપક અને જાણીતા ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબૈરે પણ પોતાનો મત આપ્યો હતો. આ એ જ મોહમ્મદ ઝુબૈર છે જેના પર એક ટેલિવિઝન શોમાં પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માના વીડિયોને એડિટિંગ અને શેર કરવાનો આરોપ લાગ્યો હતો.

મોહમ્મદ ઝુબેર બેંગ્લોરના રહેવાસી છે અને ફેક્ટ ચેક વેબસાઈટ Alt Newsના સહ-સ્થાપક છે. આ વેબસાઈટની શરૂઆત 2017માં મોહમ્મદ ઝુબેરે પ્રતિક સિંહા સાથે મળીને કરી હતી.
મોહમ્મદ ઝુબૈરે આ વેબસાઈટ પર ઘણા મોટા ફેક ન્યૂઝના ખુલાસા કર્યા છે. જેના કારણે દેશભરમાં તેના કામની પ્રશંસા પણ થઈ હતી. બીજી તરફ સત્તાધારી બીજેપીને ઉઘાડી પાડતા તેને ફસાવી દેવાના પ્રયાસો પણ થયા છે.
મોહમ્મદ ઝુબૈર Alt Newsના સહ-સ્થાપક હોવા ઉપરાંત વિશ્લેષક અને ફેક્ટ ચેકર છે. ઝુબૈર દાવો કરે છે કે તે ખોટા, નકલી અને પ્રોપેગન્ડા હોય તેવા સમાચારોની હકીકત તપાસે છે અને તેની વાસ્તવિકતા લોકોને જણાવે છે.












Click it and Unblock the Notifications
