Karnataka Election : ડીકે શિવકુમારના હેલિકોપ્ટર સાથે પક્ષી અથડાયુ, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે તમામ પાર્ટીઓના નેતા રાજ્યમાં આવી રહ્યા છે. તમામ ઘટનાઓ વચ્ચે કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારનું હેલકોપ્ટર એક દુર્ઘટનાગ્રસ્ત થયુ હોવાના અહેવાલ છે. અહેવાલો અનુસાર, પક્ષી અથડાતા હેલિહોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું.
સામે આવી રહેલા મીડિયા અહેવાલો અનુસાર, શિવકુમારનું હેલિકોપ્ટર મોટા અકસ્માતથી સહેજ માટે બચી ગયું હતું. હેલિકોપ્ટર સાથે પક્ષી અથડાતા હેલિકોપ્ટરની વિન્ડશિલ્ડ ડેમેજ થઈ હતી. જો કે સારી વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ અકસ્માતમાં તેમના કેમેરામેનને સામાન્ય ઈજા થઈ છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ડીકે શિવકુમાર વિધાનસભા ચૂંટણી માટે એક રેલીને સંબોધવા હેલિકોપ્ટરથી મુલાબાગીલુ જઈ રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત હોસકોટે પાસે સર્જાયો હતો.
હેલિકોપ્ટર સાથે પક્ષી સાથે અથડાયા બાદ બેંગ્લોરના HAL એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. હેલિકોપ્ટરે બપોરે 12 વાગ્યે જક્કુરથી ઉડાન ભરી હતી અને કોલાર નજીક મુલબાગીલુ જઈ રહ્યું હતું.
સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે બીજેપીની મફત ગેસ સિલિન્ડરની જાહેરાત પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, બીજેપીએ કહ્યું હતું કે તે મફત પર પ્રતિબંધ લગાવશે. હવે તે તેમના ઢંઢેરામાં ગરીબોને 3 સિલિન્ડર આપવાનું વચન કેમ આપ્યું? શિવકુમારે કહ્યું કે અમે સામાન્ય માણસને સત્તા આપી છે.












Click it and Unblock the Notifications
