Karnataka Election : ચૂંટણી પહેલા બીજેપી નેતાની હત્યા, જાણો કોણે હત્યાને અંજામ આપ્યો?

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી લોહિયાળ બની રહી છે. અહેવાલો અનુસાર, ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બીજેપી યુથ વિંગના ના પ્રવીણ કમ્મરની હુબલીમાં હત્યા કરી દેવાઈ છે. આ કેસમાં પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

અહેવાલો અનુસાર, પ્રવીણ કમ્મરના સમર્થકો અને વિરોધી પાર્ટીના સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી. આ દરમિયાન મૃતક પ્રવીણ કમ્મર ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમના પર ચાકુથી હુમલો કરાયો અને હત્યા કરી દેવાઈ.

Karnataka Election

હુબલી પોલીસે આ મુદ્દે જણાવ્યુ કે, ધારવાડના બીજેપી યુવા મોર્ચાના નેતા પ્રવીણ કમ્મરની હત્યા સાથે જોડાયેલા ત્રણ લોકોને કસ્ટડીમાં લેવાયા છે. હાલ પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.

ધારવાડના એસપી લોકેશ જગલસરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ કે, હત્યાની માહિતી મળતા જ પોલીસે આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. આ ઘટનાની તપાસ કરાઈ રહી છે. પ્રારંભિત તપાસ અનુસાર પ્રવીણની હત્યા ઝઘડામાં કરાઈ છે. પ્રવીણને બીજા ગ્રુપના વ્યક્તિએ ચાકુ માર્યુ હતું.

પોલીસ રિપોર્ટ અનુસાર, નશાની હાલતમાં ટોળાએ મંદિરની શોભાયાત્રામાં હંગામો મચાવ્યો હતો. પ્રવીણ અને તેના જૂથના સભ્યો સાથે મારપીટ કરાઈ હતી. પ્રવીણ જ્યારે બે જૂથો વચ્ચે ઝપાઝપી અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેના પર ચાકુથી હુમલો કરાયો. ઘટના બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. અહીં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X