Karnataka Election : બીજેપીને વધુ એક ઝટકો લાગશે, MLC અયાનુર મંજુનાથ રાજીનામું આપશે
કર્ણાટકમાં કોંગ્રેસ તરફથી બીજેપીને કાંટાની ટક્કર મળી રહી છે. ઓપિનિયન પોલમાં સત્તા ગુમાવી રહેલી બીજેપીને કોંગ્રેસ તરફથી એક પછી એક ઝટકા મળી રહ્યા છે. હવે બીજેપીને વધુ એક ઝટકો મળવા જઈ રહ્યો છે. એક તરફ બીજેપીને ઉમેદવારોના નામ નક્કી કરવામાં ફાંફા પડી રહ્યા છે ત્યારે હવે વધુ એક બીજેપી એમએલસી રાજીનામું આપવા જઈ રહ્યા છે.

સામે આવી રહેલા અહેવાલો અનુસાર, બીજેપીના નેતા અને એમએલસી અયાનુર મંજુનાથે ખુલાસો કર્યો છે કે તે આ ચૂંટણી માટે કર્ણાટક વિધાન પરિષદના સભ્ય પદેથી રાજીનામું આપશે અને શિવમોગા સીટ પરથી ચૂંટણી લડશે. અહીં તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ઘણા બીજેપી નેતા કોંગ્રેસમાં જોડાઈ ચુક્યા છે. જો કે મંજુનાથે સાફ નથી કર્યુ કે, તે કોંગ્રેસમાં જોડાશે કે અપક્ષ ચૂંટણી લડશે.
અયાનુર મંજુનાથે જણાવ્યુ છે કે, બીજેપી ટિકિટ માટે મારી વિનંતીનું સન્માન કર્યું હોય તેવા કોઈ સંકેત નથી, તેના બદલે કેટલાક નેતાઓના બાળકોના નામ યાદીમાં મળી આવ્યા છે. તેમણે કહ્યું કે હું આ વખતે ચોક્કસ ચૂંટણી લડીશ. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, હું MLC પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.
એમએલસી પદ પરથી રાજીનામું આપવાનું મન બનાવી ચૂકેલા અયાનુર મંજુનાથે બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી કે એસ ઇશ્વરપ્પા અથવા તેમના પુત્ર કેઇ કાંતેશને ચૂંટણીમાં તેમની સામે લડવા માટે પડકાર ફેંક્યો છે.
ઈશ્વરપ્પા હાલમાં શિવમોગ્ગા વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમના પુત્રને આ વખતે ભાજપની ટિકિટ મળે તે માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે. હવે ભાજપના એમએલસી મંજુનાથ પણ ચૂંટણી લડવા માટે મહેનત કરી રહ્યા છે. જો મંજુનાથ રાજીનામું આપે તો મંજુનાથ પુત્તન્ના અને બાબુરાવ ચિંચનસુર પછી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજીનામું આપનાર ત્રીજા બીજેપી એમએલસી હશે.
બીજેપીના બંને પૂર્વ નેતાઓ પુતન્ના અને ચિંચનસુર કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસે બેંગ્લોરના રાજાજી નગર મતવિસ્તારમાંથી પુત્તન્નાને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ચિંચનસુર કલાબુર્ગી જિલ્લાના ગુરમિતકલથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.












Click it and Unblock the Notifications
