Karnataka Election : કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, આ નેતા મોર્ચો સંભાળશે
કર્ણાટકમાં કોંગ્રેસ હાલ ફુલ એક્શન મોડમાં જોવા મળી રહી છે. બહુમતિની સંભાવનાઓ દેખાતા હવે કોંગ્રેસ કોઈ કચાશ રાખવા માંગતી નથી. હાલ બીજેપીના ઘણા મોટા નેતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે હવે કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.
સત્તાધારી બીજેપીને સત્તા પરથી ઉતારવા હાલ કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસના કર્ણાટક પ્રમુખ ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયાએ ઘણા મોટા નેતાઓને તોડીને પોતાની પાર્ટીમાં લીધા છે.

કોંગ્રેસ ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી ચુકી છે અને હવે સંપૂર્ણ ધ્યાન ચૂંટણી પ્રચાર પર કેન્દ્રિત કરશે. બુધવારે કોંગ્રેસે તેના 40 સ્ટાર પ્રચારકોના નામોની યાદી જાહેર કરી છે.
આ યાદીમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, ડીકે શિવકુમાર, સિદ્ધારમૈયા, જગદીશ શેટ્ટર, શશિ થરૂર સહિતના નામો સામેલ છે.
#KarnatakaAssemblyElection2023 | Congress issues a list of star campaigners for the upcoming election.
— ANI (@ANI) April 19, 2023
Party president Mallikarjun Kharge, UPA chairperson Sonia Gandhi, Rahul Gandhi, Priyanka Gandhi Vadra, state chief DK Shivakumar, LoP Siddaramaiah, Jagadish Shettar, Shashi… pic.twitter.com/kQARlZZ4aL
જો કે રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પાર્ટીના નેતા સચિન પાયલટનું નામ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું નથી. હવે આ નામની કમી કરાતા ઘણી અટકળો શરૂ થઈ છે.
અહીં તમને જણાવી દઈએ કે, 224 સભ્યોની કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ સમાપ્ત થાય છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે માહિતી આપી હતી કે કર્ણાટકની આગામી ચૂંટણીમાં x9.17 લાખથી વધુ પ્રથમ વખતના મતદારો ભાગ લેશે.












Click it and Unblock the Notifications
