'કર્ણાટકમાં હારના ડરથી અમૂલને મુદ્દો બનાવી રહ્યુ છે કોંગ્રેસ', સાંસદ તેજસ્વી સૂર્યાએ આને ગણાવી નકલી રાજનીતિ
Karnataka Election: કર્ણાટકમાં જેમ-જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પારો ઉચકાઈ રહ્યો છે. હાલમાં અમૂલ વિ. નંદિનીનો વિવાદ અટકવાનુ નામ નથી લઈ રહ્યો. ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાએ કહ્યુ કે કર્ણાટકના સ્થાનિક ડેરી બ્રાન્ડ નંદિની વિ. અમૂલ પાછળની રાજનીતિ 'નકલી' છે.
એમપી સૂર્યાએ વધુમાં કહ્યુ કે કોંગ્રેસ પોતાના ચૂંટણી અભિયાનને તેજ કરવા માટે આવી રાજનીતિનો ઉપયોગ કરી રહી છે. કોંગ્રેસ ચૂંટણીના હારવાના ડરથી આવુ કરી રહી છે. એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં સાંસદ તેજસ્વી સૂર્યાએ કહ્યું કે વિપક્ષ ઈરાદાપૂર્વક નકલી અને અસ્તિત્વમાં નથી તેવા મુદ્દાઓને પ્રોત્સાહન આપી રહ્યો છે.

તેજસ્વી સૂર્યાએ કહ્યુ, 'કોંગ્રેસ આવુ કરી રહ્યુ છે કારણ કે તે 10 મેના રોજ આવનારી ચૂંટણી હારવાની સંભાવનાથી નિરાશ છે. જો તમને અમૂલ સાથે કોઈ સમસ્યા છે, તો તમને તમિલનાડુના અરોક્યા, હેરિટેજ, આંધ્ર પ્રદેશમાં તિરુમાલા અને ડોડલા જેવી બ્રાન્ડ્સ સાથે પણ સમસ્યા હોવી જોઈએ. શા માટે અમૂલને નિશાન બનાવવામાં આવ્યુ?
તેમણે કહ્યુ કે, કર્ણાટકના લોકો સ્પષ્ટપણે જાણે છે કે તે નંદિની પ્રત્યેનો પ્રેમ નથી પણ અમૂલ પ્રત્યેની નફરત છે કારણ કે અમૂલ બ્રાન્ડ ગુજરાતની છે અને અમિત શાહ અને નરેન્દ્ર મોદી ગુજરાતના છે. તેજસ્વી સૂર્યાએ કહ્યુ કે અમૂલ દાયકાઓથી કર્ણાટકમાં તેના ઉત્પાદનોનુ સંચાલન અને વેચાણ કરતી બ્રાન્ડ હતી. વિપક્ષના આક્ષેપો છતાં અમૂલને કર્ણાટકમાં લાવવાનુ કાવતરુ નહોતુ.
તેજસ્વી સૂર્યાએ કહ્યુ, 'વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ કર્ણાટકના લોકો માટે જવાબદેહ હોવુ જોઈએ. તેમણે મને જણાવવું જોઈએ કે તેમણે કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF)ના વિકાસ અને સ્વાસ્થ્યમાં સુધારણા માટે આજ સુધી શું કર્યુ છે. તમને જણાવી દઈએ કે કર્ણાટક મિલ્ક ફેડરેશન કંપનીની પ્રોડક્ટ જ નંદિની દૂધ વેચે છે.












Click it and Unblock the Notifications
