Karnataka Election : ડીકે શિવકુમારનો દાવો, કર્ણાટકમાં કોંગ્રેસની બનશે સરકાર

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. લોકો સાથે મોટા નેતાઓ પણ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે રામનગરમાં મતદાન કર્યુ હતું અને અહીં તેમણે જીતનો દાવો કર્યો.

કર્ણાટકમાં કોંગ્રેસને બહુમતિ મળવાની સંભાવના વચ્ચે પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે લોકોને ટકોર કરી હતી. કનકપુરાથી ચૂંટણી લડી રહેલા ડીકે શિવકુમારે કહ્યું કે, ગેસ સિલિન્ડરના ભાવ જોઈને જ મત આપો.

Karnataka Election

કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર મતદાન પહેલા કેંકરમ્મા મંદિર પહોંચ્યા અને દર્શન કરીને મત આપવા પહોંચ્યા હતા.મત આપ્યા બાદ તેમણે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, છેલ્લે મોદીજીએ તમામ મતદાતાઓને કહ્યું હતું કે મતદાન કરતા પહેલા તમે ગેસ સિલિન્ડર જુઓ, નમસ્કાર બોલો અને પછી જાઓ.

તેમણે કહ્યું કે, આ વખતે હું પણ કહીશ કે આપણા વડાપ્રધાનની વિનંતી અને સલાહ મુજબ ગેસ સિલિન્ડરની કિંમત જોઈને જ મત આપો. મેં મારા તમામ નેતાઓને બૂથ બહાર ગેસ સિલિન્ડર રાખવાની સલાહ આપી છે.

રાજ્યમાં ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે ત્યારે હવે ડીકે શિવકુમારે ભવિષ્યમાં કોઈપણ ગઠબંધનને લઈને ઈનકાર કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પોતાના દમ પર સરકાર બનાવશે.

ડીકે શિવકુમારે આકરા પ્રહારો કરતા કહ્યું કે, આજે મતદારો પાસે મોટી તક છે અને તે પરિવર્તન માટે મત આપશે. પ્રગતિશીલ, વૈશ્વિક અને વિકસિત કર્ણાટક માટે મત આપશે. મને ખાતરી છે કે મતદાતા પરિવર્તન માટે મત આપશે અને કોંગ્રેસને 141 બેઠકો આપશે.

તેમણે કહ્યું કે, મને 200 ટકા ખાતરી છે કે કોંગ્રેસ પાર્ટીને 141 બેઠકો મળશે. અમે પૂર્ણ બહુમતીથી જીતીશું. તેમણે મોટો આરોપ લગાવતા કહ્યું કે, નિર્મલા સીતારમણ આ રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે પરંતુ એક વખત પણ તેમણે રાજ્યને મદદ કરી નથી.

ડીકે શિવકુમારે આગળ કહ્યું કે, તેમના કાર્યકાળ દરમિયાન દરેક વ્યક્તિ ભૂખમરામાં છે. તે અત્યાર સુધીના સૌથી ખરાબ નાણાં પ્રધાન છે.

બીજી તરફ હવે ડીકે શિવકુમારના નિવેદન બાદ સીએમ બસવરાજ બોમાઈએ પણ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ ભ્રષ્ટાચારની વાત કરે છે પરંતુ તેમનો પોતાનો ટ્રેક રેકોર્ડ ખરાબ છે. તેના ઘણા માણસો જામીન પર બહાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X