Karnataka Election Exit Poll : કોંગ્રેસ સૌથી આગળ, જાણો કોને કેટલા ટકા મત મળી શકે?
કર્ણાટકમાં મતદાન પુરૂ થયા બાદ હવે એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. કર્ણાટકમાં કોંગ્રેસ, બીજેપી અને જેડીએસ વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે ત્યારે પોલના આંકડા બીજેપીને ઝટકો આપી રહ્યા છે.
કર્ણાટક ચૂંટણી 2023માં બીજેપીએ સત્તા બચાવવા અને કોંગ્રેસે સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી દીધુ છે. હવે ઉમેદવારોનું ભાવી મતપેટીમાં સીલ થઈ ગયુ છે ત્યારે એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહ્યા છે.

પરિણામ પહેલા સામે આવી પહેવા પોલના આ આંકડા બીજેપી માટે સત્તા છોડવાના સંકેત સમાન છે. એક્ઝિટ પોલ પર નજર કરીએ તો, કર્ણાટક ચૂંટણીમાં બીજેપીને 37.5 થી 39 ટકા, કોંગ્રેસને 38-40 ટકા અને જેડીએસને 14-17 ટકા મત મળી શકે છે.
બીજેપી બેંગલુરુ ક્ષેત્રમાં 17 બેઠકો જીતે છે. અહીં મોદી ફેક્ટરને કારણે લીડ મળવાનો અંદાજ છે. જૂના મૈસૂર પ્રદેશમાં કોંગ્રેસ અહીં JDS કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહી છે અને બીજેપી પણ અહીં પગપેસારો કરતી જોવા મળી રહી છે.
શિવમોગા જેવા જિલ્લાઓમાં જ્યાં માર્જિન ઓછુ છે ત્યા બીજેપી 4 બેઠકો જીતી શકે છે. આ પહેલા બીજેપીએ 2018માં 6 બેઠકો જીતી હતી. આ સિવાય મધ્ય કર્ણાટકમાં 26 બેઠકો છે અને બીજેપીને 13 બેઠકો મળવાનો અંદાજ છે. કોંગ્રેસને અહીં 11 અને જેડીએસને 2 બેઠકો મળી શકે છે.












Click it and Unblock the Notifications
