Karnataka Election : કન્નડ સુપર સ્ટાર કિચ્ચા સુદીપે મત આપ્યો, લોકોને આ અપીલ કરી
કર્ણાટકમાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. રાજ્યમાં લોકો મત આપવા માટે ઉમટી રહ્યા છે ત્યારે કન્નડ સુપર સ્ટાર કિચ્ચા સુદીપ પણ મત આપવા માટે પહોંચ્યા હતા. તેમણે મત આપીને લોકોને ખાસ અપીલ કરી હતી.
મત આપ્યા બાદ કિચ્ચા સુદીપે કહ્યું કે, મુદ્દા વ્યક્તિગત છે અને લોકોએ તેમના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તે મુજબ મતદાન કરવું જોઈએ. હું અહીં સેલિબ્રિટી તરીકે નથી આવ્યો, હું અહીં એક ભારતીય તરીકે આવ્યો છું અને તે મારી જવાબદારી છે.

અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં 13 મેના રોજ ચૂંટણી પરિણામો આવશે. પરિણામ બાદ સ્પષ્ટ થશે કે રાજ્યમાં લોકો કઈ પાર્ટીને પસંદ કરી છે. કર્ણાટકમાં હાલ છેલ્લી ઘડીએ પણ મતદારો મત આપવા માટે લાઈનો લગાવી રહ્યા છે.
કન્નડ સુપરસ્ટાર કિચ્ચા સુદીપે ચૂંટણીમાં સત્તારૂઢ બીજેપીને મત આપવા અપીલ કરી હતી. જે બાદ તે વિવાદમાં આવ્યા હતા. કિચ્ચાએ 1997 માં કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો અને આ પછી આજે મોટી લોકપ્રિયતા છે. અહીં તેમની મોટી ફેન ફોલોઈંગ છે. કિચ્ચાને લઈને કોંગ્રેસે પણ બીજેપી પર પ્રહારો કર્યા હતા.












Click it and Unblock the Notifications
