Karnataka election: રાહુલ ગાંધી જ્યાંથી કરવાના છે ચૂંટણી પ્રચારમાં એન્ટ્રી, એ કોલાર સીટ કેમ છે મહત્વની?
Karnataka election: 10 મેના રોજ યોજાનાર કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન કોલાર સીટ પર સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. જેની પાછળનુ કારણ એ છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ સીટ પરથી કર્ણાટક ચૂંટણીમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ 'શું દરેક મોદી સરનેમવાળા ચોર હોય છે' નિવેદન આપ્યુ હતુ અને તેમની સામે સુરતમાં પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ કરી દીધો હતો. માર્ચ 2023માં કોર્ટે આના માટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી હતી.

જે બાદ તેમને 30 દિવસ માટે જામીન મળી ગયા હતા પરંતુ બે વર્ષની સજાને કારણે તેઓ સંસદના સભ્ય તરીકે અયોગ્ય ઠર્યા હતા, જ્યારે બીજુ કારણ એ છે કે વરુણ ઉપરાંત કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા કોલારથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.
સિદ્ધારમૈયા કર્ણાટકમાં કૉંગ્રેસના પ્રખર નેતા છે, તેમણે 2013 અને 2018 વચ્ચે મુખ્યમંત્રી અને 1996 અને 2004માં બે વાર ઉપ મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. સિદ્ધારમૈયાની રાજકીય સફર ચામુંડેશ્વરીથી શરૂ થઈ હતી. તેમણે 1983થી 2006 વચ્ચે સાત વિધાનસભા ચૂંટણી અને ચામુંડેશ્વરીથી પેટાચૂંટણી લડી હતી.
પરંતુ તેમણે ક્યારેય કોલાર બેઠક પરથી ચૂંટણી લડી નથી પરંતુ તેઓ તેમની રાજકીય કારકિર્દીની આ છેલ્લી ચૂંટણી કોલારથી જ લડવા માંગે છે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ હાઈકમાન્ડ આ ચૂંટણીમાં બે બેઠકો પરથી ચૂંટણી લડવાની તરફેણમાં નથી. તેથી સિદ્ધારમૈયાની બે બેઠકો પરથી ચૂંટણી લડવાની ઈચ્છા અધૂરી રહેશે.
કોલાર એક શહેરી બેઠક છે, જ્યાં તેની 40 ટકાથી વધુ શહેરી વસ્તી છે. કર્ણાટકની રચના બાદથી કોલાર બેઠક માટે 14 વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ છે અને તેમાં કોંગ્રેસ માત્ર પાંચ વખત જીતી શકી છે.
છેલ્લા ચાર દાયકામાં કોલાર બેઠક એકંદરે બિન-કોંગ્રેસી બેઠક રહી છે. 1983થી કોંગ્રેસ આ સીટ પર માત્ર બે વખત જીતી શકી છે, એક વખત 1989 અને બીજી વખત 2004.
2018ની વિધાનસભા ચૂંટણીમાં જનતા દળ (સેક્યુલર)ના કે શ્રીનિવાસ ગૌડાએ 24 ટકા મતોના માર્જિનથી કોંગ્રેસને હરાવીને આ બેઠક જીતી હતી. નોંધનીય છે કે 2004માં કોંગ્રેસના ઉમેદવાર એ જ શ્રીનિવાસ ગૌડા હતા જે 2018માં જેડીએસની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા.
શ્રીનિવાસ ગૌડાએ 1994માં જનતા દળની ટિકિટ પર પહેલીવાર આ સીટ જીતી હતી. ગયા વર્ષે તેમણે જાહેરાત કરી હતી કે તેઓ કદાચ 2023ની ચૂંટણી લડશે નહીં અને કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે. સિદ્ધારમૈયા તેમને કોલાર બેઠક પરથી બદલવા માંગે છે કારણ કે તેમને લાગે છે કે શ્રીનિવાસના મતદારો તેમને જીતવા માટે મત આપશે.
2008 અને 2013માં કોલાર બેઠક અપક્ષ ધારાસભ્ય આર વર્થુર પ્રકાશે જીતી હતી, જેમણે તે વર્ષોમાં કોંગ્રેસ અને જેડીએસને હરાવ્યા હતા. છેલ્લા 30 વર્ષોમાં કોંગ્રેસે આ સીટ માત્ર 2004ની વિધાનસભા ચૂંટણીમાં જીતી હતી, જ્યારે તેમણે ભારતીય જનતા પાર્ટીને હરાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કોલાર કોંગ્રેસ માટે મુશ્કેલ સીટ રહી છે. કોંગ્રેસ 2018માં 24 ટકા વોટથી પાછળ રહી અને 2013માં ત્રીજા ક્રમે આવી અને 2008માં 16 ટકા વોટથી હારી ગઈ.
સત્ય એ છે કે કોલાર બેઠક પર જનતાનો મૂડ બદલાતો રહ્યો છેય 1983માં જનતા પાર્ટીએ તેને કોંગ્રેસ પાસેથી છીનવી લીધી અને 1985ની વિધાનસભા ચૂંટણીમાં તેને જાળવી રાખી. જો કે 1989માં કોંગ્રેસે આ સીટ જીતી હતી. જનતા દળે ફરી એકવાર 1994માં આ બેઠક જીતી અને 1999 સુધી તેને જાળવી રાખી.












Click it and Unblock the Notifications
