Karnataka Election : પ્રિયંકા ગાંધીના બીજેપી પર આકરા પ્રહાર, કહ્યું, આ વખતે બદલાવ જરૂર આવશે
કર્ણાટકમાં કોંગ્રેસને બહુમતિ મળવાની સંભાવનાઓ દેખાતા હવે પાર્ટીઓ તમામ મોટા નેતાઓને કર્ણાટકમાં ઉતારી દીધા છે. આ ક્રમમાં પાર્ટી મહાસચિલ પ્રિયંકા ગાંધી પણ પ્રચાર માટે પહોંચ્યા હતા અને બીજેપી પર આકરા પ્રહાર કર્યા હતા.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આકરા બીજેપી પર પ્રહારો કરતા કહ્યું કે, બીજેપીએ કર્ણાટકમાં સાડા ત્રણ વર્ષ સુધી સરકાર ચલાવી પરંતુ તે ન તો પોતાનો ચહેરો બતાવી શક્યા અને ન તો સામે બોલવા સક્ષમ છે.

તેમણે કહ્યું કે, આ વખતે પરિવર્તન ચોક્ક આવશે. એક રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, બીજેપી પાસે કર્ણાટકના લોકોની સમસ્યાઓનું લિસ્ટ નથી, તેમની પાસે પીએમ મોદીને અપાયેલી ગાળોની યાદી છે.
બીજી તરફ આજે કર્ણાટકમાં અમિત શાહે રેલી દરમિયાન કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીએ ગરીબોની પરવાહ નથી કરી, ખેડૂતોની પરવા નથી કરી, વિકાસની પરવા નથી કરી, કર્ણાટકની સુરક્ષાની પરવા નથી કરી.
તેમણે આગળ કહ્યું કે, કોંગ્રેસ માત્ર અને માત્ર ATM બનીને દિલ્હીમાં પૈસા ઉપલબ્ધ કરાવવાની ચિંતા કરે છે. બીજી તરફ કર્ણાટકમાં જ્યારથી બીજેપી આવી ત્યારથી કર્ણાટકમાં વિકાસ અને સુરક્ષાની ચિંતા કરી છે.
અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં 224 વિધાનસભા સીટો માટે 10 મેના રોજ ચૂંટણી યોજાશે અને 13 મેના રોજ પરિણામ જાહેર કરાશે. કર્ણાટકમાં ચૂંટણી માટે બીજેપી, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે.












Click it and Unblock the Notifications
