Karnataka Election : કોલાર સીટ માટે કોંગ્રેસમાં ખેંચતાણ, સિદ્ધારમૈયાને મોકો મળવાની સંભાવના ઓછી
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દેવાઈ છે. કોંગ્રેસની આ યાદીમાં કોલાર સીટ માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. આ યાદી વચ્ચે હવે કોંગ્રેસમાંથી ખેંચતાણના પણ અહેવાલો આવી રહ્યા છે. કોંગ્રેસે હજુ ઉમેદવાર જાહેર કર્યા નથી ત્યારે અહેવાલો અનુસાર, સિદ્ધારમૈયા વરુણાથી ચૂંટણી લડી રહ્યા છે પરંતુ તે કોલારથી પણ ચૂંટણી લડવા માંગે છે.

સૂત્રો અનુસાર, કોંગ્રેસની બીજી યાદી જાહેર થયા બાદ કોલાર વિધાનસભાના ઉમેદવારનો નિર્ણય કોંગ્રેસ પાર્ટીની ટોચની નેતાગીરી દ્વારા લેવામાં આવશે. સૂત્રો અનુસાર, કોંગ્રેસ હાઈકમાન્ડ પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા કોલાર વિધાનસભામાંથી બીજી સીટ પર પાર્ટીની ટિકિટ આપવાના પક્ષમાં નથી. આ સ્થિતિમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધારમૈયાની કોલાર બેઠક પરથી ચૂંટણી લડવાની આશા ઠગારી નીવડી શકે છે. હાલ પાર્ટી હાઈકમાન્ડ તેમને બે મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતારવાના પક્ષમાં નથી.
સામે આવી રહેલા અહેવાલો અનુસાર, કોંગ્રેસ બે બેઠકો પરથી એક ઉમેદવારને મેદાનમાં ઉતારવાને બદલે આ ચૂંટણીમાં બધાને સમાન તક આપવા માંગે છે. આ જ કારણથી સિદ્ધારમૈયાની ઈચ્છા પુરી થાય તેવી કોઈ સંભાવના દેખાતી નથી.
જો હાઈકમાન્ડ તેમને કોલારમાંથી ઉમેદવાર નહીં બનાવે તો તેમણે અન્ય કોઈ વિકલ્પ વિશે વિચાર્યું છે? આ પ્રશ્નના જવાબમાં સિદ્ધારમૈયાએ કહ્યું કે, આ પસંદગીનો પ્રશ્ન નથી. હાઈકમાન્ડે આખરે સહમત થવું પડશે. જો હાઈકમાન્ડ સહમત થશે તો હું ચૂંટણી લડીશ.
અહીં તમને જણાવી દઈએ કે, કોલાર કોંગ્રેસ માટે સુરક્ષિત બેઠક ન હોવાના જવાબમાં સિદ્ધારમૈયાએ કહ્યું કે જો તમે કહો છો કે કોલારમાં પાર્ટીનું માળખું નથી તો તે સાચું નથી. પાર્ટીના નેતાઓ છે, પાર્ટીનું માળખું છે. કોંગ્રેસ ત્યાં વર્ષો સુધી જીતી શકી નથી. તેનો અર્થ એ નથી કે અમારી પાસે કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી.
સિદ્ધારમૈયાએ જણાવ્યું છે કે, તેમની ટીમના સર્વેએ સંકેત આપ્યો છે કે તેમના માટે ચૂંટણી લડવા માટે કોલાર સલામત બેઠક હશે.
બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી ડૉ. જી પરમેશ્વરને કોરાટગેરે સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સૂત્રો અનુસાર, તેઓ પુલીકેશીનગરથી પણ ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ પાર્ટીએ ના પાડી દીધી. તેમણે એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે કે સિદ્ધારમૈયાને શા માટે બે બેઠકો પરથી ચૂંટણી લડવાની મંજૂરી આપવી?
કર્ણાટકમાં ચૂંટણી જીતવા કોંગ્રેસ હાઈકમાન્ડે નેતાઓ વચ્ચેની લડાઈ અટકાવવી પડશે, જેથી ભાજપને હરાવવાનું ચૂંટણી અભિયાન પાટા પરથી ઉતરી ન જાય.
સિદ્ધારમૈયા બે બેઠકો પરથી ચૂંટણી લડવાના મુદ્દા ઉપરાંત સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે મુખ્યમંત્રીના દાવાને લઈને જંગ છે. પાર્ટીએ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સાથે સંયુક્ત મોરચો બનાવવાનો વારંવાર પ્રયાસ કર્યો છે. જો કે, ચૂંટણીની તારીખની જાહેરાત બાદથી બંને નેતાઓએ પણ ભારપૂર્વક જણાવ્યું છે કે તેઓ પાર્ટીની જીતની લડાઈમાં એકજૂટ છે.












Click it and Unblock the Notifications
